26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 15-02-2020

વાર: શનિ

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2020

માસઃ મહા

પક્ષઃ વદ

તિથિ: સાતમ

પારસી તા.: 03

મુસ્લિમ તા.: 20

નક્ષત્રઃ વિશાખા

યોગ: વૃદ્ધિ

કરણ: બાલવ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 09.00થી 10.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં. 

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ. લ. ઈ): સમાજ સેવાના કાર્યો કરી શકશો. ધાર્મિક વાંચન, મનનથી જ્ઞાનશક્તિમાં વધારો થાય. મિત્રો સાથેના સંબધોમાં મધુરતા આવે. ભાઇ-બહેન સાથે સંબંધોમાં સુધારો જોઇ શકશો.

વૃષભ(બ.વ.ઉ): તમારા સ્તરના બધા મિત્રોમાં વિશેષ પ્રતિષ્ઠાપ્રય બની શકશો. કૌટુંબિક વિખવાદ ન વધે તેની કાળજી રાખવી. નોકરિયાત વર્ગને બદલીની તક મળે. ઉપરી અધિકારી સાથે સંબંધો જળવાઇ રહેશે.

મિથુન(ક.છ.ઘ): વિકાસમાં રૂકાવટ આવે. પત્ની સાથે વૈચારિક મતભેદ ટાળવા. કાર્યક્ષેત્રે પુરુષાર્થના પ્રમાણમાં ઈચ્છિત સફળતા નહીં મળે. પિતરાઇઓ સાથે સ્થાવર મિલકતના કારણે વિવાદની સ્થિતિ રહી શકે.

કર્ક(ડ.હ.): દરેક કાર્યો ધૈર્યતાથી પાર પાડશો તો હાનિમાંથી ઉગરી શકશો. નવા આયોજનો માટે સારી સફળતા મળે. મધ્યમસ્તરીય પ્રગતિ થાય. ભૂતકાળમાં કરેલા સ્થાયી પ્રોપર્ટી અંગેના રોકાણોથી લાભ થાય.

સિંહ(મ.ટ.): વણઉકેલ્યા પ્રશ્નોનો ઉકેલ વ્યવહારકુશળતા પૂર્વક મેળવી શકશો. સાહસી અને પરાક્રમી સ્વભાવના બની કાર્યક્ષેત્રનું શ્રેષ્ઠ વિકાસ કરી શકશો. સામાજિક કાર્યોમાં આગળ વધી શકશો.

કન્યા(પ.ઠ.ણ.): આર્થિક રીતે ભાગ્યોદય થાય. ઘર સજાવટની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. માનસિક પ્રસન્નતા સુખમાં વધારો થાય. ધાર્મિક કાર્યો પ્રત્યે અભિરુચિ વધશે. સ્વભાવમાં દૃઢતા આવે.

તુલા(ર.ત.): યાત્રા-પ્રવાસમાં વસ્તુ ગુમ ન થાય તે બાબતે વિશેષ સજાગ રહેવુ. આવક કરતા જાવકનું પ્રમાણ વધુ રહેશે. સ્નેહીથી વિખવાદ થાય. વિકાસશીલ આયોજનો પ્રત્યે વધુ સજાગ રહેવુ પડશે.

વૃશ્ચિક(ન.ય.): કાર્યક્ષેત્રે વ્યવસાયના કાર્ય અર્થે યાત્રા-પ્રવાસની સ્થિતિ સર્જાય. મિત્રો નિકટ સંબંધીઓને સહાયભૂત થઈ શકશો. આરોગ્ય એકંદરે સારું રહે. પૂર્વે કરેલા આયોજનોમાં સારી સફળતા મળે.

ધન(ભ.ધ.ફ.ઢ.): જાહેર સામાજિક પ્રવૃત્તિથી લાભ થાય. કૌટુંબિક સંબંધો ઠીક ઠીક રહેશે. જમીન, મકાનને લગતા કામકાજનો ઉકેલ લાવી શકશો. મિત્રોનો કાર્યક્ષેત્રે સાથ-સહકાર મળી રહેશે.

મકર(જ.ખ.): અટવાયેલા કાર્યોનો ઉકેલ આવે. મોસાળ પક્ષના સભ્યોથી લાભ થાય. શુભ માંગલિક પ્રસંગોનું આયોજન થાય. રાજકીય વ્યક્તિના સહકારથી શ્રેષ્ઠ પ્રગતિ. લાબા સમયના આયોજનો પાર પડે.

કુંભ(ગ.શ.સ.): દુર્ધટના જેવા સ્થળોથી ખાસ સાચવવું. પેટ આંતરડા સંબધી નાની સર્જરી થઈ શકે. મહત્ત્વની કામગીરીમાં રૂકાવટ, અવરોધ આવે. કામ કરવામાં મન લાગે નહીં. કોઇને ઉછીના નાણાં આપવા નહીં.

મીન(દ.ચ.ઝ.થ.): કાર્યક્ષેત્રના વિકાસમાં સંતાનનો પૂર્ણ સહકાર મળી રહેશે. માનસિક શાંતિ મેળવવામાં સફળતા મળે. દક્ષિણ દિશામાંથી લાભદાયી સમાચાર મળે. કુનેહ પૂર્વક કાર્યનો વિકાસ કરી શકશો.

---------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp