ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 15-10-2021

તિથી: દશમ (દશેરા)

દિવસ: શુક્રવાર

રાશિ: મકર (ખ,જ)

મેષ: આજે તમારો દિવસ ખર્ચાળ રહેશે, આ રાશિના વિદ્યાર્થીવર્ગને વધારે મહેનત કરવી પડશે, તમારા ગુરુની મદદ અવશ્ય લેવી, પારિવારિક વ્યવસાયથી જોડાયેલા કામ સફળ થશે.

વૃષભ: ધાર્મિક કાર્યોમાં રૂચિ લેવી,  રોજિંદા તણાવમાંથી મુક્ત થશો, કોઇપણ જગ્યાએ સહિ-સિક્કા કે પેપરને લગતું કોઇપણ કાર્ય ટાળવું, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિથુન: વેપાર ધંધામાં નવી યોજના બનાવવામાં ધ્યાન આપશો,  ઘરનું વાતાવરણ સુખમય રહેશે, સ્વાસ્થ્યની કાળજી રાખવી.

કર્ક: નવી પ્રોપર્ટી ખરીદવાના યોગ બની રહ્યા છે, તમારા વિચારોમાં પોઝિટીવિટી લાવો, પરિવારમાં ધાર્મિક કાર્યની યોજના બની શકે છે.

સિંહ: રાજનૈતિક સાથે જોડાયેલા તમારા કોઇપણ સહયોગથી તમારા ઘણા રસ્તા ખૂલશે, માન-સન્માન વધશે, વિદ્યાર્થી વર્ગને મહેનતની જરૂર છે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

કન્યા: તમારી પ્રતિભાને આગવી ઓળખ આપવામાં સમય કાઢો, તમારા ગુસ્સા તથા જિદ પર કાબુ રાખો, દાંમપ્તજીવનમાં વિવાદ ટાળવો.

તુલા: તમે તમારા પ્રિય પાત્ર સાથે આજે સમય પસાર કરશો, પારિવારિક વ્યવસ્થા જાળવવામાં તમારું નેતૃત્વ રહેશે, મનમાં બેચેની રહેશે.

વૃશ્વિક: સંપૂર્ણ જોશ અને મહેનત સાથે તમારા કાર્યો પ્રત્યે કોશિશ કરતા રહો, તમે જે સપના જોયા છે તે પૂર્ણ થવાનો સમય આવી ગયો છે, સામાન્ય માનાથા દુખાવાની ફરિયાદ રહે.

ધન: આર્થિક મામલે સાવધાની જરૂરી છે, બિનજરૂરી ખર્ચ ટાળવો, ઘરમાં કોઇનું સ્વાસ્થ્ય બગડી શકે છે, થોડો સમય તમારા પોતાના માટે પણ કાઢવો.

મકર: પરિવારનું સુખએ તમારા જીવનની પ્રાથમિકતા રહેશે, સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે, સંતાનની કોઇપણ હરકત તમને પરેશાનીમાં મુકશે.

કુંભ: સંતાનો સાથે સમય પસાર કરવો, સમસ્યાનો ઉકેલ કાઢવો, કોઇની સાથે વાદ-વિવાદ ટાળવો, સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન: કામ વધારે રહેવાથી પરિવારને સમય આપી શકાશે નહીં, નાની વાતમાં મોટું સ્વરૂપ ના થાય તેનું ધ્યાન રાખવું, વિવાદ ટાળવો, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિત્તલ વ્યાસ

98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp