ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

તારીખ: 15-09-2021

તિથી: નોમ

દિવસ: બુધવાર

રાશિ: ધન (ભ,ફ,ધ,ઢ)

મેષ: આજનો દિવસ તમારા માટે શારીરિક નબળાઇ ના કારણે ઉદાસીભર્યો લાગે, નોકરિયાત વર્ગ માટે પણ આજે મધ્યમ દિવસ રહેશે.

વૃષભ: આજનો દિવસ તમને અનુકુળ રહેશે, સંબંધોમાં મન-મોટાવ આવે, ભાગદોડ કાર્યક્ષેત્ર ઉપર રહેશે, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિથુન: આજે તમને ધન વૃદ્વિ તેમજ અન્ય સુખ-શાંતિમાં વધારો થશે, મહિલા વર્ગ માટે શારીરિક નબળાઇ જેવું લાગે, સ્વાસ્થ્ય સામાન્ય રહે.

કર્ક: આજે તમારા બૌદ્વિક કાર્યથી તમે ગર્વ અનુભવશો, નાની-નાની વાતો પર વાદ-વિવાદ થાય, સ્વાસ્થ્ય મધ્યમ રહે.

સિંહ: આજનો દિવસ તમે દેખા-દેખી અથવા ઇર્ષા ભાવથી પસાર કરો, જે પણ કાર્ય હાથમાં લેશો તેને પૂર્ણ કરવામાં વિલંબ થશે, સ્વાસ્થ્યમાં નાની-મોટી સમસ્યા રહે.

કન્યા: આજે તમારી વ્યવહાર કુશળતાથી બગડેલા કાર્યો પણ તમે બનાવી શકશો, કાર્યક્ષેત્ર ઉપર પણ ચોક્ક્સ સફળતા પ્રાપ્ત કરી શકશો, ખાવા-પીવામાં સંયમ રાખવો.

તુલા: તમારા માટે આજનો દિવસ આશાથી ભરેલો લાભદાયક હશે, આજે કામનું ભારણ રહે, વડીલોના આશિષ અવશ્ય લેવા.

વૃશ્વિક: આજે તમારો સ્વભાવ શુભ કાર્યોને છોડીને બીજા કામોમાં વધારે ધ્યાન રહેશે, સંયમ રાખવો, સ્વાસ્થ્ય મઘ્યમ રહે.

ધન: સ્વભાવમાં આજે થોડો નરમ રાખવો, મૌનથી કાર્ય પતાવશો તો ઘરનું વાતાવરણ બગડશે, આર્થિક લાભ માટે આજે મહેનત કરવી પડશે, લેવડ-દેવડમાં ધ્યાન રાખવું, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મકર: સામાજિક કાર્યોમાં આજે તમારું યોગદાન રહેશે, આજે તમે દરેક કાર્યોમાં ઉતાવળીયું પગલું લેશો, આજે છેતરામણી ના યોગ હોવાથી લાલચમાં આવવું નહીં.

કુંભ: આજે તમારું લક્ષ્ય ફક્ત તમારા વ્યવસાયમાં વૃદ્વિ અને લાભ ઉઠાવવા પર રહેશે, નવા લોકોથી ઓળખાણ થશે, નાની યાત્રા થાય, સ્વાસ્થ્ય સારું રહેશે.

મીન: દિવસ ઉગતા આજે તમે કોઇ કાર્યને લઇને ઉત્સાહ પૂર્ણ રહેશો, યાત્રા કે પ્રવાસ ટાળવા સુચન છે, રોકાણ કે લાભની લાલચમાં પડવું નહીં, સ્વાસ્થ્યની કાળજી લેવી.

મિત્તલ વ્યાસ

98989 44850

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp