ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 16-04-2019

વાર: મંગળ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ચૈત્ર

પક્ષઃ સુદ

તિથી: બારશ

પારસી તા.: 03

મુસ્લિમ તા.: 10

નક્ષત્રઃ પૂર્વાફાલ્ગુની

યોગ: વૃદ્ધિ

કરણ: બવ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 15.00થી 16.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ છે, તેથી જન્મેલા બાળકોના નામ મ.ટ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ. લ. ઈ): હરિફો પર વિજય મળે. બૌદ્ધિક ક્ષેત્રે મહત્ત્વની સિદ્ધિ હાંસલ કરી શકશો. ધંધાકીય આયોજનો સફળ થતા કાર્યક્ષેત્રે મન પ્રસન્ન રહેશે. નાણાકીય મૂંઝવણમાંથી માર્ગ મળી રહેશે.

વૃષભ(બ. વ. ઉ): પડવા-વાગવાથી, અકસ્માતથી હાથ-પગ-માથામાં ઇજા ન થાય તે બાબતે કાળજી લેવી. નવા રોકાણો હાથ ધરવા નહીં. આરોગ્ય નરમ-ગરમ રહે. અભ્યાસમાં શ્રેષ્ઠ સફળતા મળે.

મિથુન(ક. છ. ઘ): સ્વભાવે વધુ બુદ્ધિશાળી અને સ્પષ્ટવક્તા બનશો. આત્મવિશ્વાસમાં વધારો થાય. પોતાના આનંદ-ઉત્સાહમાં અનેકગણો વધારો થાય. કાર્યક્ષેત્રનો ધીમી ગતિએ શ્રેષ્ઠ વિકાસ થાય.

કર્ક(ડ. હ. ): આધ્યાત્મિક-ધાર્મિક પ્રવૃત્તિઓના કારણે મન પ્રસન્ન રહેશે. ઘરને આધુનિક બનાવી શકશો. લોકોપયોગી કાર્યો કરવાથી ખર્ચનું પ્રમાણ વધુ રહેશે. દાંપત્યજીવનમાં આત્મીયતા જળવાઇ રહેશે.

સિંહ(મ. ટ. ): બીજાના સાથ-સહકારથી કાર્યક્ષેત્રે વધુ પ્રગતિ સાધી શકશો. ભાગ્યોદયમાં વૃદ્ધિ થાય. ચોમેર ફુલગુલાબી વાતાવરણ રહે. નાણાકીય દૃષ્ટિએ શ્રેષ્ઠ દિવસ પૂરવાર થાય.

કન્યા(પ. ઠ. ણ. ): સંતાનના સ્વાસ્થ્યની ચિંતા રહ્યા કરશે. મનને શાંતિ જેવું જણાય નહીં. વધુ પડતા પુરુષાર્થના કારણે થાક અનુભવશો. પારિવારિક સભ્યો સાથે અણબનાવની સ્થિતિ રહી શકે.

તુલા(ર. ત. ): કાર્યક્ષેત્રે મિત્રો તેમજ વડીલોનો પૂર્ણ સહકાર મળી રહેશે. સામાજિક દૃષ્ટિએ માન-પ્રતિષ્ઠામાં વધારો થાય. મળદ્વારની બીમારીમાં રાહત જણાય. વ્યવહારકુશળ અને મધુરભાષી બનશો.

વૃશ્ચિક(ન. ય. ): નોકરિયાત વર્ગને પ્રગતિની તક મળે. ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લઇ શકશો. માનસિક શાંતિ મેળવી શકશો. સ્થાયી પ્રોપર્ટી સુખ વધે. લગ્ન-વિવાહની વાતચીત સફળ થાય.

ધન(ભ. ધ. ફ. ઢ. ): યાત્રા-પ્રવાસમાં સારી પ્રગતિ સાધી શકશો. કાયદાકીય બાબતમાં વિશેષ સ્પષ્ટ રહેશો. વિખૂટા પડેલા સ્નેહીનું મિલન થાય. રચનાત્મક પ્રવૃત્તિઓ સફળ થાય. ઉઘરાણી મેળવવામાં સફળતા મળે.

મકર(જ. ખ. ): કોઇ પર વધુ આંધળો વિશ્વાસ મૂકવાથી હાનિ થઇ શકે. સ્વભાવે વધુ ચિડચિડીયા અને ઉગ્ર બની જવાય. મહત્ત્વની કામગીરી ખોરંભે પડે. કૌટુંબિક પ્રશ્નના ઉકેલ માટે સમય સાનુકૂળ રહે.

કુંભ(ગ. શ. સ. ): બુદ્ધિશાળી અને તેજસ્વી બનશો. દૂરના સ્નેહી મિત્રોથી લાભ થાય. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિમાં વધારો થાય. આરોગ્ય એકંદરે સારું રહેશે. ભૂતકાળમાં કરેલા આયોજનો સફળ થાય.

મીન(દ. ચ. ઝ. થ. ) સ્નેહીજનની આકસ્મિક મુલાકાત લાભદાયી બને. જીવન જરૂરીયાતની ચીજ-વસ્તુઓની ખરીદી થાય. સંશોધનાત્મક અભિગમ વધશે. ધંધાના કેટલાક પ્રશ્નો હલ થાય.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp