ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા. 16-08-2019

વાર: શુક્ર

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ શ્રાવણ

પક્ષઃ વદ

તિથિ: એકમ

પારસી તા.: ગાથા

મુસ્લિમ તા.: 14

નક્ષત્રઃ ધનિષ્ઠા

યોગ: શોભન

કરણ: બાલવ

દિશાશૂલ: પશ્ચિમ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 10.30થી 12.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ છે, તેથી જન્મેલા બાળકોના નામ ગ.શ.સ.અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ. લ. ઈ): નાણાંનો બંદોબસ્ત થતા રોકાયેલા કાર્યો ઉકેલાઇ જશે. ધાર્મિક આધ્યાત્મિક કાર્યોમાં અભિરુચિ વધે. અંગત ઝઘડાઓનું સમાધાન થતા કાર્યક્ષેત્રે સહકાર્યકર્તાઓનો મનમેળ વધે.

વૃષભ(બ. વ. ઉ): લાંબા સમયથી ગુંચવાતા અનેક કાર્યોનો આજે ઉકેલ આવે. કિંમતી ચીજવસ્તુઓની ખરીદી થાય. નોકરિયાતો માટે સાનુકૂળ દિવસ રહે. આવક કરતા જાવક વધે.

મિથુન(ક. છ. ઘ): સરકારી કાર્યવાહીમાં વિલંબના કારણે તકલીફ જણાય. દોડધામ, ખટપટ અને ચિંતામાં વધારો થાય. કામ કરવાની સૂઝ નહીં પડે. આકસ્મિક લાભની તક સરી જાય.

કર્ક(ડ. હ.): આર્થિક અડચણ દૂર થાય. ગુંચવાયેલી મિલકતની સમસ્યામાં માર્ગ મેળવી શકશો. સાહસથી બધા ક્ષેત્રમાં સિદ્ધિ મળે. મનોરંજનના પ્રસાધનોની ખરીદી થાય. રમણીય સ્થળોની મુલાકાત લઈ શકાય.

સિંહ(મ. ટ.): યોગ્ય દિશામાં પુરુષાર્થ સફળ થતા સક્રિયતા વધશે. યાત્રા-પ્રવાસ દરમિયાન વિદ્વાન વ્યક્તિની મુલાકાત લાભદાયી બને. જાહેર ક્ષેત્રે માન-સન્માન મળે. ચિંતામાંથી માર્ગ મેળવી શકશો.

કન્યા(પ. ઠ. ણ.): ચિંતાના આવરણ મન પરથી હઠતા જણાશે. કાર્યભારની સાથે સાથે પ્રતિષ્ઠા પણ મળે. ઉઘરાણી મેળવવામાં સફળતા મળે. પરિવારમાં સુલેહ-સંપનું વાતાવરણ જોવા મળે.

તુલા(ર. ત.): કેટલાક નિર્ણયોથી કાર્યો વિલંબમાં પડે. સાવધાની રાખી બધી પ્રવૃત્તિઓ હાથ ધરવી. કલેશ કંકાશનું વાતાવરણ સર્જાય. અકસ્માતથી ખાસ સાવધ રહેવું. નાણાકીય બાબતમાં સાવધાની રાખવી.

વૃશ્ચિક(ન. ય.): દાંપત્યજીવનમાં થયેલી ગેરસમજનું નિરાકરણ લાવી શકશો. બુદ્ધિ અને અધિકારથી દરેક કાર્યમાં સિદ્ધિ હાંસલ કરી શકશો. ધાર્યુ કામ થાય. નવીન ચીજવસ્તુઓની ખરીદી કરી શકશો.

ધન(ભ. ધ. ફ. ઢ.): શુભ દિવસ છે. પરિવારમાં સુખ-શાંતિ રહે. સંતાનની ચિંતા હળવી થાય. યાત્રા-પ્રવાસ થાય અને સફળતા મળે. વેપાર ધંધા માટે આજનો દિવસ શુભ બની રહેશે. માન-સન્માન મેળવશો.

મકર(જ. ખ.): કાર્યક્ષેત્રે સંબંધીઓનો સહકાર મળી રહેશે. માન મોભ્ભાના પ્રભાવથી સારું ધાર્યુ કામ સિદ્ધ કરી શકશો. દક્ષિણ દિશામાંથી શુભ સમાચારની પ્રાપ્તિ થાય. કૌટુંબિક સંબંધો મધ્યમ રહેશે.

કુંભ(ગ. શ. સ.): બિનજરૂરી ખર્ચનું પ્રમાણ વધુ રહે. કૌટુંબિક કલેશ કંકાશ જીવનને રસહિન બનાવી દેશે. વેપાર ધંધામાં મોટા સાહસ હાથ ધરવા નહીં. પારકી અંગત નાણાકીય જવાબદારી સ્વીકારવી નહીં.

મીન(દ. ચ. ઝ. થ.): નાણાકીય આયોજનો કરી શકશો. કોર્ટ-કચેરીના કાર્યોમાં વિજય થવાય. મહત્ત્વની અને પ્રતિષ્ઠિત વ્યક્તિની ઓળખાણ લાભદાયી બને. રાજકીય વ્યક્તિનો શ્રેષ્ઠ સહકાર મળી રહેશે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp