26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 16-01-2020

વાર: ગુરુ

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2020

માસઃ પોષ

પક્ષઃ વદ

તિથિ: છઠ્ઠ

પારસી તા.: 03

મુસ્લિમ તા.: 20

નક્ષત્રઃ હસ્ત

યોગ: અતિગંડ

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: દક્ષિણ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 13.30થી 15.00 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કન્યા છે, તેથી જન્મેલા બાળકોના નામ પ.ઠ.ણ અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): લોકસેવાના કાર્યો હાથ ધરી શકશો. માનસિક શાંતિ મેળવવામાં સફળતા મળે. ધંધાકીય આયોજનનો સર્વત્ર વિકાસ કરી શકશો. લાભદાયી દિવસ બની રહેશે.

વૃષભ(બ.વ.ઉ): ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય. જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે. દક્ષિણ દિશામાંથી લાભકારક સમાચાર મળે. લાંબી મુસાફરીના કારણે મન પ્રસન્ન રહેશે.

મિથુન(ક.છ.ઘ): ભૂતકાળની ભૂલોને કારણે મન વધુ વ્યગ્ર રહેશે. કાર્યક્ષેત્રનું વિસ્તૃતીકરણ કરી શકશો. નિકટ સંબંધીના કારણે મન પ્રસન્ન રહેશે. મોટા સાહસો પાર પાડવામાં અનુકૂળ પરિસ્થિતિ સર્જાશે.

કર્ક(ડ.હ.): સહી-સિક્કાની બાબતમાં, કાયદાકીય બાબતમાં સાવધ રહેવું. ફેફસા અને આંતરડાની બીમારીમાં પીડા ઉગ્ર બને. પિતરાઇઓ સાથેના વિવાદમાં મનભેદ થાય.

સિંહ(મ.ટ.): ઘરનું આધુનીકરણ કરી શકશો. સંતાનની પ્રગતિ જોઈ મન પ્રસન્ન રહેશે. સ્થાયી પ્રોપર્ટીમાં વધારો થાય. જૂની ઉઘરાણી મેળવવામાં સફળતા મળે. સંતાનોના શુભ કાર્યો થાય.

કન્યા(પ.ઠ.ણ.): ચતુરાઈપૂર્વક કાર્યોને ઉકેલી શકશો. પારિવારિક સુખ સમૃદ્ધિમાં વધારો થાય. સ્થાવર મિલકતની ખરીદી થાય. દાંપત્યજીવનમાં લાગણીનું વર્ચસ્વ જળવાઇ રહેશે.

તુલા(ર.ત.): કાર્ય કરવામાં ઉત્સાહ જળવાઈ રહેશે. લોકોપયોગી કાર્યો કરવાથી માનસિક શાંતિ મેળવી શકશો. ભાગ્યોદયમાં વૃદ્ધિ થાય. સ્વભાવે વધુ પરોપકારી અને લાગણીશીલ બનશો.

વૃશ્ચિક(ન.ય.): નજીવી બાબતોમાં વધુ ભોગ આપવો પડે. મહેનતનું ફળ મળશે પણ વિલંબથી મળશે. પડવા વાગવાથી અકસ્માતથી ઈજા ન થાય તે બાબતે કાળજી રાખવી.

ધન(ભ.ધ.ફ.ઢ.): જાહેર જીવનમાં માન-સન્માન મળે. નોકરિયાત વર્ગને ઉપરી અધિકારીનો ઠપકો મળે આધ્યાત્મિક કાર્યોમાં રુચિ વધશે. ભાઇ-બહેનોનો વિશેષ સહકાર મળી રહેશે.

મકર(જ.ખ.): બપોર પછી ઉત્સાહમાં વધારો થાય. ઈત્તર પ્રવૃત્તિમાં ભાગ લઈ શકશો. હરીફો, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો. સ્થાયી પ્રોપર્ટી ખરીદી બાબતે સફળતા મળે.

કુંભ(ગ.શ.સ.): પારિવારિક જીવન મધુર બનશે. ઘરમાં શુભ માંગલિક પ્રસંગો ઉજવાય. મનોબળ મક્કમ બનશે અને ધાર્યા કાર્યો પાર પાડવામાં સરળતા મળે. નવો માર્ગ અપનાવી શકશો.

મીન(દ.ચ.ઝ.થ.): કાર્યક્ષેત્રે બનાવટ, હાનિ ન થાય તે બાબતે કાળજી રાખવી. કોઈને ઉછીના નાણાં આપવા નહીં. યાત્રા-પ્રવાસમાં અજાણી વ્યક્તિ પર વિશ્વાસ મૂકવો નહીં.

----------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp