26th January selfie contest

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 17-04-2019

વાર: બુધ

વિક્રમ સંવતઃ 2075

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ ચૈત્ર

પક્ષઃ સુદ

તિથી: તેરશ

પારસી તા.: 04

મુસ્લિમ તા.: 11

નક્ષત્રઃ ઉત્તરાફાલ્ગુની

યોગ: ધ્રુવ

કરણ: કૌલવ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 12.00થી 13.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ સિંહ છે, તેથી જન્મેલા બાળકોના નામ મ.ટ. અક્ષર પર રાખી શકાય

આજનું ભવિષ્ય...

મેષ(અ. લ. ઈ): પ્રિયજનો અને મિત્રોનો સહકાર મળે. અર્ધસરકારી કે સરકારી અદાલતી કાર્યવાહીઓમાં સાનૂકુળતા રહેશે. સ્વાસ્થ્ય એકંદરે સારું રહે. ધર્મકાર્યો પ્રત્યે આકર્ષણ વધશે.

વૃષભ(બ. વ. ઉ): મિશ્ર ફળદાયી દિવસ છે. વ્યર્થના વિવાદને મહત્ત્વ ન આપતા માનસિક શાંતિ મળે. પરિવારમાં સુમેળ શાંતિ જળવાય. શેરના વ્યવહારમાં ફાયદો રહે.

મિથુન(ક. છ. ઘ): ઉત્તર દિશાના પ્રવાસમાં નુકશાન થાય. માનસિક શાંતિ જïળવાઈ રહે. તબીબી વ્યવસાયમાં ધારેલી સફળતા નહીં મળે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવાથી મન અશાંત રહે.

કર્ક(ડ. હ. ): આકસ્મિક સફળતાઓનો દિવસ છે. ચિંતાના કારણો આપમેળે દૂર થતા માનસિક હર્ષ વધે. જૂના વિખવાદોમાં સમાધાન થતા પરિવારમાં સુમેળ વધે. સ્વાસ્થ્ય સારું રહે.

સિંહ(મ. ટ. ): જીવનસાથીનું વલણ પ્રોત્સાહક બને. ધંધાકીય પ્રગતિનો માર્ગ મળે. અણધારી આકસ્મિક લાભ પ્રાપ્તિ થાય. મકાન સંપત્તિના પ્રશ્નો ઉકેલી શકશો. જાહેર ક્ષેત્રે સિદ્ધિ મેળવી શકશો.

કન્યા(પ. ઠ. ણ. ): મનોરંજનના પ્રસાધનોની ખરીદી કરી શકશો. રમણીય સ્થળોની મુલાકાત લઈ શકાય. નવા ધંધો લાભપ્રદ સાબિત થાય. સ્વાસ્થ્ય એકંદરે સારું રહે. યાત્રા-પ્રવાસમાં લાભ થાય.

તુલા(ર. ત. ): અગમ્ય કારણોસર માનસિક વ્યથા કે બેચેનીનો અનુભવ કરવો પડે. અંજપો અને અશાંતિથી મન અશાંત રહે. પુરુષાર્થ વધુ કરવો પડે. છતા ઈચ્છિત ફળ મળે નહીં.

વૃશ્ચિક(ન. ય. ): કાનૂની વિખવાદમાં સરળતાથી સફળતા મળે. સ્વાસ્થ્ય નરમ-ગરમ રહેવા છતા મહત્ત્વના આયોજનો મુશ્કેલીથી પાર પડે. પરિવારમાં આનંદોલ્લાસનું વાતાવરણ રહે.

ધન(ભ. ધ. ફ. ઢ. ): માનસિક રાહત રહેશે. ગૃહજીવનની સ્થિતિ અનુકૂળ રહેશે. આર્થિક પ્રગતિ જળવાઈ રહેશે. દાંપત્યજીવનમા સ્નેહમય વાતાવરણ રહે. મૂડી રોકાણ વિશેની ચિંતા દૂર થાય.

મકર(જ. ખ. ): ઉદ્યોગ સાહસોમાં નીતિ નિયમો મળે અને અનુકૂળતા પ્રતિત થાય. ભાગીદારોથી હર્ષ થાય. નેત્ર મસ્તક અને હોજરીની પીડામાં રાહત જણાય. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ થાય.

કુંભ(ગ. શ. સ. ): શુભ ગ્રહોનો પ્રભાવ ન રહેતા કાર્યોમાં વિલંબ થાય. અણધટતી ઉત્કંઠા પીડાકારક પુરવાર થાય. જીવનસાથીના વ્યવહારથી ચિંતા થાય. સામાજિક ક્ષેત્રે માન-સન્માન મળે.

મીન(દ. ચ. ઝ. થ. ): પ્રગતિના વાતાવરણમાં આકસ્મિક ધનલાભની શક્યતા વધે. પરિવારના સભ્યોમાંથી મહત્ત્વની સિદ્ધિ મળે. હરિફો, પ્રતિસ્પર્ધીઓ ઉપર વિજય મેળવી શકશો.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp