ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

ભાદરવા વદ અમાસ

ગુરૂવાર

17 સપ્ટેમ્બર, 2020

પારસી રોજ 3

મુસ્લિમ રોજ 28

નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની

યોગ: શુભ

કરણ: નાગ

આજરોજ બપોરે 15: 08 સુધી જન્મેલા બાળકનું નામ સિંહ રાશી અક્ષર (મ, ટ) પરથી અને ત્યારબાદના સામાન્યમાં જન્મેલા બાળકનું નામ કન્યા રાશિ અને અક્ષર (પ, ઠ, ણ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 14: 04 થી 15:36

આજે પંચક નથી

આજે સર્વપિતૃ અમાસ, પુનમ અને અમાસનું શ્રાદ્ધ કરવું.

મેષ: આજનો સમય મધ્યાહન પછીનો સારો બની રહે, સવારનો સમય થોડો શાંતિથી વધુ વિચાર કર્યા વગર પસાર કરવો.

વૃષભ: આજનો દિવસ આપના માટે ઠીક છે, ઉતરતા દિવસમાં થોડો સારા સમયનો અનુભવ કરી શકો અટકેલા કાર્યો પુરા થાય.

મિથુન: ઘણા સમયથી ચાલ્યો આવતો સમય જ આજે પણ ચાલે છે તેવો અનુભવ થાય, પરંતુ કામકાજમાં થોડી ઓછી પરંતુ મક્કમ પ્રગતિ નોંધી શકો.

કર્ક: સમય બળવાન છે તેઓ અનુભવ આજે આપને થશે, એક જ દિવસમાં સારા અને નરસા બન્ને અનુભવો સારી રીતે અનુભવી શકાય.

સિંહ: સ્વભાવની સાથે સાથે આપનું આચરણ આપને વધુ લાભકારી બની રહે, અગત્યના કોઈ નિર્ણય ન લો પરંતુ ખાલી વિચારણા હેઠળ જો કાર્ય કરશો તો સારા સમયનો અનુભવ કરી શકો. 

કન્યા: આપના માટે આજનો દિવસ સારો છે.

તુલા: આજના સમય મધ્યે મોજશોખ અને શાંત મગજના અનુભવ અનુભવી શકશો, સાંજ પછી ખરીદીના કાર્યો થઈ શકે.

વૃશ્વિક: આજનો દિવસ આપના માટે છેલ્લા ગયેલા ઘણા દિવસો કરતા સારો બની રહેશે, જુના ઓળખીતાઓ મળતાં માનસિક થકાન દૂર થાય.

ધન: કામકાજ માટે આજનો દિવસ ઘણો સારો બની રહેશે, બુદ્ધિગમ્ય નિર્ણય આપને સારો ફાયદો અપાવી જાય.

મકર: આ સમયમાં સાંસારિક જીવનમાં ચાલી આવતા નકારાત્મક સંજોગોને સકારાત્મક પરિસ્થિતિમાં બદલી શકશો.

કુંભ: વ્યાપાર-ધંધામાં ચાલી આવતી ઘણા સમયની ખરાબ સ્થિતિને અનુકૂળ બનાવી શકાય, પારિવારિક સંબંધો મીઠા બની શકશે.

મીન: સામાન્યના અનુસંધાનમાં જોઈએ તો તબિયતની બાબતમાં સુધારો જણાય, દામ્પત્યજીવનમાં મધુરતા આવે, આજીવિકાના સ્થાનોમાં પ્રતિષ્ઠા વધે.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp