ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 18-05-2019

વાર: શનિ

વિક્રમ સંવતઃ 2075                                                                    

મહાવીર જૈન સંવતઃ 2545

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ વૈશાખ

પક્ષઃ સુદ

તિથી: પૂનમ

પારસી તા.: 05

મુસ્લિમ તા.: 12

નક્ષત્રઃ વિશાખા

યોગ: વજ્ર

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: પૂર્વ દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 09.00થી 10.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ કરવો નહીં.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ તુલા છે, તેથી જન્મેલા બાળકોના નામ ર.ત. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓને પ્રસન્ન કરી શકશો. સર્વાગી પ્રગતિનો દિવસ રહેશે. આવક-જાવકના પલ્લા સરભર રહેશે. દાંપત્યજીવનમાં મીઠા મધુર સમાચાર મળે.

વૃષભ(બ.વ.ઉ): પરિવારજનોની પ્રગતિ માટેની યોજનાનો સખ્તાઈથી અમલ કરી શકશો. કાર્યક્ષેત્રે ઈચ્છિત લાભ મળે. સ્વભાવમાં મધુરતાનું પ્રમાણ વધુ રહેશે. પ્રાકૃતિક સૌંદર્યના પ્રેમી બનશો.

મિથુન(ક.છ.ઘ): ધારેલી આવક જળવાઈ રહેશે. સંતાનની પ્રગતિના હર્ષજનક સમાચારથી આનંદ થાય. જૂના વિવાદનો અંત આવે. યાત્રાપ્રવાસનું આયોજન સરળ રીતે પાર પાડી શકશો.

કર્ક(ડ.હ.): મહત્ત્વના યાત્રા પ્રવાસમાં અવરોધ સર્જાય. આકસ્મિક ઈજાથી સાવધ રહેવું. મધ્યમ ફળદાયી પરિણામો આડે અવરોધ આવે. ક્રોધ પર નિયંત્રણ રાખવું જરૂરી. આરોગ્ય જળવાય.

સિંહ(મ.ટ.): જીવનસાથીના સથવારાથી મહત્ત્વાકાંક્ષી કાર્યક્રમો હાથ ધરી શકશો. સાર્વજનિક સંસ્થાઓ સાથેના સંબંધોમાં સ્નેહ વધશે. કલાપ્રિય બનશો. મોજશોખ વધે.

કન્યા(પ.ઠ.ણ.) નોકરીયાત વર્ગને ઉપરી અધિકારી વર્ગનો સહકાર મળી રહેશે. સંતાનની પ્રગતિથી આનંદ થાય. માથાના દુઃખાવા સંબંધી ફરિયાદમાં રાહત થાય. કલાના રસિક બનશો.

તુલા(ર.ત.): દાંપત્યજીવનમાં સ્નેહ અને લાગણીનું વાતાવરણ જળવાઈ રહેશે. આરોગ્ય અને આર્થિક પ્રગતિ એકદરે સારી રહેશે. કુટુંબ સુખમાં વધારો થાય. સંતાનની પ્રગતિ જળવાઇ રહેશે.

વૃશ્ચિક(ન.ય.) : યાત્રા પ્રવાસ દરમિયાન વિષૈલા પદાર્થોથી ખાસ સાચવવું. લાગણીશીલ સ્વભાવના કારણે કોઈ બનાવટ ન કરી જાય તે બાબતે કાળજી રાખવી. યાત્રાપ્રવાસ કષ્ટદાયક નિવડે.

ધન(ભ.ધ.ફ.ઢ.): દાંપત્યજીવનમાં મનમેળમાં વૃદ્ધિ થાય. આરોગ્યમાં નોંધપાત્ર સ્ફૂર્તિ અને શક્તિ જણાશે. સ્વભાવે મોજીલા અને રમતિયાળ બનશો. નવીનીકરણ લાભદાયી નિવડે.

મકર(જ.ખ.): ધાર્મિક કાર્યો અંગે પ્રવાસ થાય. કાર્યક્ષેત્રે વ્યવસાયલક્ષી આયોજનોમાં ઉપરી અધિકારીઓનો વિશેષ સહકાર મળી રહેશે. આકસ્મિક લાભની તક મળે.

કુંભ(ગ.શ.સ.): ભાઈ બહેન સાથે સંબંધોમાં મધુરતા આવે. દાંપત્યજીવનમાં સ્નેહભર્યુ વાતાવરણ રહે. દક્ષિણ અને નૈૠત્યના પ્રવાસથી લાભ થાય. મહેનતનું ફળ મેળવી શકશો.

મીન(દ.ચ.ઝ.થ.): હિસાબની બાબતમાં સાવચેત રહેવું. સ્થાયી પ્રોપર્ટી અંગેના કાર્યોમાં સફળતા મળે. સંતાનની પ્રવૃત્તિ પ્રત્યે બેદરકારી રાખવી નહીં. નાણાકીય કટોકટી સહન કરવી પડે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp