ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

નિજ આસો સુદ બીજ

રવિવાર

18 ઓક્ટોબર, 2020

પારસી રોજ 4

મુસ્લિમ રોજ 30

નક્ષત્ર: સ્વાતિ

યોગ: પ્રીતિ

કરણ: બાલવ

આજે મધ્યરાત્રી 00:49 સુધી જન્મેલા બાળકનું નામ તુલા રાશિ અને અક્ષર (ર, ત) પરથી અને ત્યારબાદ જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 16: 44 થી 18:11

આજે પંચક નથી

આજે ચંદ્ર દર્શન થશે.

મેષ: આજરોજનો સમય આપના માટે સારો બને છે, સારા સારા વિચારો અને પ્રફુલ્લિત મનથી શાંત પડેલા વ્યાપાર ધંધા અને નોકરીમાં ઝડપ લાવે.

વૃષભ: આજનો દિવસ આપના માટે સારો છે, આકસ્મિક ધનલાભ અને વિરોધીઓને શાંત કરી શકાય તેઓ સમય છે.

મિથુન: આજનો સમય સારો છે, જેમાં પણ પરિવારની બહારની વ્યક્તિઓ માટે વધુ સારો બની રહે, પરંતુ અંગત વ્યક્તિઓ આપનાથી થોડી નારાજ રહે.

કર્ક: આજનો દિવસ આજીવિકાના સંબંધમાં સારો છે, જેના કારણે અટકેલા કાર્યોને સારી દિશામાં ગતિ મળી રહે.

સિંહ: આજનો દિવસ આપના માટે શાંતિથી વિચાર કરવા માટેનો છે, સરસ વિચારોને અમલમાં મુકવાની ઉતાવળ કરવી નહીં.

કન્યા: પરિવાર અને કુટુંબના સભ્યો માટે આજે સમય કાઢી શકશો, દિવસ આનંદમાં વ્યતીત થાય.

તુલા: માનસિક સ્વસ્થતા સાથે આજના દિવસોમાં પૂરજોશમાં આગળ વધી શકશો, પરંતુ માથાના દુખાવા અને પેટની ગરબડ થોડી હેરાનગતિનું કારણ બને.

વૃશ્વિક: આજના દિવસોમાં બીજો કોઈ પ્રશ્ન બનતો નથી, આપના વિરોધીઓ આપને લાગણીવશ કામ કરવાનું ફરજ પાડે, પરંતુ તેમાં વગર વિચાર્યા કામ કરવા નહીં.

ધન: મિત્રો અને લાગણીથી જોડાયેલી વ્યક્તિઓ આજે આપને ઘણા વખત પછી મળે અથવા તેની સાથે સમય ગુજારવાનો સારો મોકો મળે.

મકર: આજના દિવસોમાં ધંધાને લગતા કોઇપણ પ્રશ્નો શાંતિથી અને ઉમદા વિચાર શક્તિથી ઉકેલી શકશો.

કુંભ: આજના દિવસોમાં મહેનત પછી જે સફળતા મળવી જોઈએ તે જરૂરથી મળી રહેશે, અને આપના ધારવા કરતાં વધારે ફાયદો મળે.

મીન: આર્થિક દ્રષ્ટિથી દિવસનું આવક જાવકનું પલ્લુ સરભર બની રહે, તેમજ સગા-વ્હાલા સાથે સારી રીતે આનંદ કરી શકાય.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp