ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

નિજ આસો સુદ ત્રીજ

સોમવાર

19 ઓક્ટોબર, 2020

પારસી રોજ 5

મુસ્લિમ રોજ 1

નક્ષત્ર: અનુરાધા

યોગ: આયુષ્યમાન

કરણ: ગર

ગતરાત્રિ  00:49 પછી જન્મેલા બાળકનું નામ વૃશ્વિક રાશિ અને અક્ષર (ન, ય) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 8: 02થી 9: 29

આજે પંચક નથી.

મેષ: આજના દિવસમાં સગા-વ્હાલા સાથેના સંબંધોમાં સાચવવાની જરૂર છે, વાદ-વિવાદમાં ઊતરવું નહીં, લાલચમાં ફસાવવું નહીં.

વૃષભ: આજના દિવસમાં આપને માનસિક થાકનો અનુભવ થાય, સાથે સાથે કોઈપણ અગત્યના વિચારોને અમલીકરણ માટે ઉતાવળ કરવી નહીં.

મિથુન: આજના દિવસમાં આપને વિરોધીઓ હેરાન કરે તેવા યોગ બને છે, જેથી સાવચેત રહીને સમય પસાર કરવો.

કર્ક: આજના દિવસમાં આપને કોઈપણ સારી સારી વાતમાં આવી જઈને ફસાઈ જવાના યોગ બને છે, કાળજીપૂર્વક પોતાનો ફાયદો જોઈને નિર્ણયો લેવા.

સિંહ: આજના દિવસમાં હાથ નીચેના કાર્યકર્તા વ્યક્તિઓ હેરાનગતિનું કારણ બને, વ્યાપાર-ધંધામાં શિથીલતા દેખાય.

કન્યા: આજના દિવસ મધ્યે આપને અગત્યના કામ ટાળવાની સલાહ છે, શાંતિથી સમયને પસાર થવા દેવો.

તુલા: પારિવારિક જીવનમાં એકબીજા સાથેની ચડભડ ટાળવી, આર્થિક રીતે નબળા સમયનું ધ્યાન રાખવું.

વૃશ્વિક: અર્થ વગરના વિચારો આપને માનસિક ત્રાસનું કારણ બની રહે, જેથી આજના દિવસમાં નિર્ણયો ટાળીને સમય ગુજારવો.

ધન: ખર્ચનું પ્રમાણ એટલું બધું વધી જાય નહીં તેની ખાસ કાળજી રાખવી, સામાન્ય કાર્ય કરવા માટે સામાન્ય દિવસ છે.

મકર: આજનો સમય આપના માટે કોઈ છેતરીને નુકસાન કરી ન જાય તેનું ધ્યાન રાખવાવાળો છે.

કુંભ: કામકાજમાં ખુબ ધ્યાન રાખીને આગળ વધવું, તમારા પોતાના ખોટા નિર્ણયો કે ઉતાવળિયા વિચાર અમલમાં મુકશો નહીં.

મીન: સમય ધાર્મિક દ્રષ્ટિથી ખુબ સારો બને છે, જેના કારણે આજે ધાર્મિક સ્થળોએ જવાનું બને કે ધાર્મિક પ્રસંગોમાં જવાનું થાય.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp