26th January selfie contest
BazarBit

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા.02-08-2020, રવિવાર

શ્રાવણ સુદ ચૌદશ

વિક્રમ સંવત: 2076

શાલીવાહન શક સંવત: 1942

નક્ષત્ર: ઉત્તરાષાઢા

યોગ: પ્રીતિ

કરણ: ગર

મુસ્લીમ તા. 11

પારસી તા.22

દિશાશૂળ: પશ્ચિમ દિશામાં પ્રવાસ ના કરવો

રાહુકાળ: 17-38 થી 19-26 સુધી

ચંદ્દરાશિ: ધન (ભ-ધ-ફ-ઢ) 12-58 પછી મકર (ખ-જ)

ભવિષ્ય...

મેષ: સંવેદનશીલ નિર્ણયો વિચારીને લેવા હિતાવહ, નાણાંકીય વ્યવહાર સાચવીને કરવો, પારિવારિક વાદ-વિવાદથી સંભાળવવું, ગૃહિણી માટે મધ્યમ દિવસ, યુવા વર્ગ મોજમજાનો દિવસ.

વૃષભ: આર્થિક સમસ્યાનો હલ આવે, પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે, ગૃહિણી માટે કિટીપાર્ટીનું આયોજન થાય, યુવા વર્ગ અભ્યાસનો દિવસ છે.

મિથુન: અગત્યની બાબતમાં ઉતાવળીયું પગલું ભરવું નહીં, વાણી વર્તનમાં મર્યાદા જાળવવી, તમારા પ્રયત્નો સફળ થાય, ગૃહિણી માટે સફળ દિવસ, યુવા વર્ગ માટે માર્ગદર્શન મળતું રહેશે.

કર્ક: અંગત સંબંધોમાં મધુરતા જળવાય રહેશે, આર્થિક બાબતોમાં સચેત રહેવું, નવીન તકોનું નિર્માણ થાય, ગૃહિણી માટે મધુરતાવાળો દિવસ, યુવા વર્ગ થનગનાટવાળો દિવસ.

સિંહ: આર્થિક લાભ પ્રાપ્ત થાય, આવકના નવા રસ્તા ખૂલે, નવા સાહસોમાં લાભ મળે, ગૃહિણી માટે લાભદાયક દિવસ, યુવા વર્ગને મિત્રોથી લાભ તથા નવી તકો મળે.

કન્યા: મનના મનોરથો ફળતા જણાય, કાયદાકીય બાબતોનો ઉકેલ જોવા મળે, આર્થિક પ્રશ્નોનું સકારાત્મક પરિણામ જોવા મળે, ગૃહિણી વ્યાવસાયિક લાભ થાય, યુવા વર્ગ નવી તક મળે.

તુલા: આર્થિક લાભદાયક તકોનું નિર્માણ થાય, કાર્યક્ષેત્રમાં ભાર વધતો જાય, સત્કાર્યમાં દિવસ પસાર થાય, ગૃહિણી માટે મિત્રોથી લાભ થાય, યુવા વર્ગ માટે થનગનાટ ભર્યો દિવસ.

વૃશ્વિક: ઉતાવળીયો નિર્ણય નુકસાન કરાવી શકે છે, પરિશ્રમનું ફળ જણાય, ગૃહિણી માટે ધારેલું કામકાજનો દિવસ, યુવા વર્ગ માટે મોજમજાનો દિવસ.

ધન: કાર્યક્ષેત્રમાં સફળતા જણાય, સાહસ કાર્ય વિચારીને કરવું હિતાવહ, નકામી વાતોમાં સમય પસાર ના કરવો, ગૃહિણી માટે કિટીપાર્ટીનો સમય.

મકર: નકારાત્મક વિચારોને દૂર રાખવા, કાર્યક્ષેત્રમાં સાવધ રહેવું જરૂરી, વ્યક્તિગત સંબંધોનું મધુરફળ જણાય, ગૃહિણી ગૃહક્લેશ ટાળવા, યુવા વર્ગ મિત્રો વચ્ચે ક્લેશથી સચાવવું.

કુંભ: આધ્યાત્મિક કાર્યોમાં સમય વધારે પસાર થાય, અતિ ભાવુકતાથી સાવધ રહેવું, કાર્યક્ષેત્રમાં હરિફ વર્ગ સાથે વિવાદ ટાળવો, ગૃહિણી માટે લાભદાયક દિવસ, યુવા વર્ગ અભ્યાસનો દિવસ.

મીન: નવા કાર્યનો શુભારંભ સંભવ,કાર્યક્ષેત્રના અવરોધને તમારા ચાતુર્યથી ઉકેલવાનો પ્રયત્ન કરો, કૌટુંબિક સુખ સારું જણાય, ગૃહિણી માટે અનુકુળ દિવસ, યુવા વર્ગ માટે ખુશીવાળો દિવસ.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp