ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

મહા સુદ બારસ

બુધવાર

24 ફેબ્રુઆરી 2021

પારસી રોજ 13

મુસ્લિમ રોજ 11

નક્ષત્ર: પુનર્વસુ

યોગ: સૌભાગ્ય

કરણ: કૌલવ

આજે સવારે 07:09 કલાક સુધી જન્મેલા બાળકનું નામ મિથુન રાશિ અને અક્ષર (ક, છ, ઘ) પરથી અને ત્યારબાદના સમયમાં જન્મેલા બાળકનું નામ કર્ક રાશિ અને અક્ષર (ડ, હ) પરથી પાડવાનું રહેશે.

રાહુકાળ 12:53થી 14:19

આજે પંચક નથી

આજે ભીષ્મ દ્વાદશી અને પ્રદોષનું વ્રત કરવામાં આવશે.

મેષ: આજનો દિવસ આપના માટે કામકાજની દ્રષ્ટિથી ખુબ સારો બને છે, ઘર માટે ખરીદી થઈ શકશે,જમીન-મકાનના કામો આગળ વધે.

વૃષભ: આજનો દિવસ આપના માટે કોઈપણ નિર્ણય લેવા માટેનો નથી, ભવિષ્ય માટેના આયોજનો કરી શકાય.

મિથુન: આજનો દિવસ આર્થિક દ્રષ્ટિથી સારો બની રહે, પરંતુ, આયોજન કરશો નહીં તો આવેલી લક્ષ્મી ચાલી જાય.

કર્ક: આજનો દિવસ આપના માટે માનસિક ચિંતા વાળો બની રહે, પરંતુ, ધારેલો કાર્ય થતાં આનંદનું વાતાવરણ જળવાઈ રહે, દામ્પત્ય જીવનમાં સાચવવું.

સિંહ: આજનો સમય આપના માટે વિરોધીઓથી સાચવીને પસાર કરવા વાળો છે, કોઈપણ લાલચમાં ફસાવું નહીં.

કન્યા: આજનો દિવસ આપના માટે સામાન્ય છે, સંતાનોના પ્રશ્નો યથાવત રહેશે,જૂના મિત્રોની મુલાકાત થાય.

તુલા: આજનો સમય કામકાજ માટે સારો બને છે, સાથે સાથે હાથ નીચે કાર્ય કરતા વ્યક્તિઓની હેરાન ગતિ પણ ચાલુ રહેશે.

વૃશ્વિક: આજના દિવસમાં આપને બીજો કોઈ પ્રશ્ન નડતો નથી, જેટલી મહેનત કરશો તેટલું જ ફળ મળી રહે.

ધન: આજના દિવસમાં આર્થિક પરિસ્થિતિને જાળવી રાખવા માટે ખુબ મહેનત કરવી પડે, પૈસા મેળવવા માટે સરળ રસ્તા અપનાવવા નહીં.

મકર: આજનો દિવસ દામ્પત્ય જીવન માટે સારો બને છે, પરંતુ, અંગત સંબંધોમાં અહંભાવ લાવવો નહીં.

કુંભ: આજના દિવસમાં વિદ્યાર્થી બંધુઓને વધુ મહેનત કરવાની સલાહ છે, આજના દિવસમાં કોઇપણ વ્યક્તિ પર આંધળો વિશ્વાસ મૂકીને કાર્ય કરવા નહીં.

મીન: આજનો દિવસ આપના માટે કામકાજમાં સારો બને છે, પરંતુ, સામેવાળી વ્યક્તિઓ વિના કોઇ કારણે આપનાથી દૂર ભાગતી જણાય.

શાસ્ત્રી ડૉ.કર્દમ દવે

9825631777

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp