
શ્યામલ દવે
7990218892
તારીખ: 28-03-2023
દિવસ: મંગળવાર
મેષ: આપના મનના મનોરથો અધૂરા ન રહી જાય તે માટે સક્રીય રહેવું, નાણાભીડ વધે, વાદ-વિવાદ ટાળવો.
વૃષભ: આધ્યાત્મિક બળ પ્રાપ્ત થાય, શાંતિનો અનુભવ કરી શકો, શત્રુઓ પાછા પડતા જણાય, લાભની તક મળે.
મિથુન: આપના પ્રયત્નો સફળ થતા જણાય, ગૃહજીવનના પ્રશ્નો હલ થતા લાગે, ખર્ચ-ખરીદીનો પ્રસંગ બને.
કર્ક: આત્મવિશ્વાસ અને હિંમતથી નવી રાહો બનશે, ધીરજ વધારવી, પ્રવાસ કરવો નહીં.
સિંહ: લોભ-લાલચમાં પડવું નહીં, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે, નાણાકીય ચિંતા દૂર થાય.
કન્યા: માનસિક ચિંતાઓમાંથી મુક્તિ મળે, પ્રયત્નોમાં ઉત્સાહ વધારવાથી સારું પરિણામ પ્રાપ્ત થાય.
તુલા: મહત્ત્વની કામગીરીને આગળ વધારી શકશો, આરોગ્યની સંભાળ જરૂરી, નાણાભીડનો ઉકેલ મળે.
વૃશ્વિક: ધીરજ અને શાંત ચિત્તથી આગળ વધશો તો તણાવ દૂર થાય, ખર્ચનો વધારો થાય, પ્રવાસ ટાળવો.
ધન: મંદ મંદ ગતિએ તમારા સંજોગો બદલાતા જણાય, તમારું ટેન્શન હળવું બનતું જણાય, કૌટુંબિક પ્રશ્નો હલ થતા લાગે.
મકર: ધન લાભ માટે ટૂંકા રસ્તા લેવા નહીં, નહીં તો લાંબા ગાળે મોટું નુકસાન થાય, લાગણીઓને ઠેસ પહોંચતી જણાય.
કુંભ: આવક કરતા જાવક વધતી જણાય, ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં, પ્રવાસથી લાભ પ્રાપ્ત થાય.
મીન: કૌટુંબિક સમસ્યા સુધરતી જણાય, ચિંતાના વાદળો દૂર થતા જણાય, તબિયતમાં સુધારો આવે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp