26th January selfie contest
BazarBit

ગુડ મોર્નિંગ ગુજરાતઃ રાશિ ભવિષ્યમાં જાણો તમારો આજનો દિવસ

PC: khabarchhe.com

પંચાગ

તા 04-12-2019

વાર: બુધ

વિક્રમ સંવતઃ 2076

મહાવીર જૈન સંવતઃ 2546

શાલીવાહન શક સંવત: 1941

ખ્રિસ્તી સંવત: 2019

માસઃ માગસર

પક્ષઃ સુદ

તિથિ: આઠમ

પારસી તા.: 20

મુસ્લિમ તા.: 07

નક્ષત્રઃ શતભિષા

યોગ: હર્ષણ

કરણ: વિષ્ટિ

દિશાશૂલ: ઉત્તર દિશામાં યાત્રા કરવાથી મૂંઝવણ રહે.

રાહુકાળ: 12.00થી 13.30 સુધી રાહુકાળમાં કોઇપણ કાર્યનો શુભારંભ ન કરવો.

ચંદ્ર રાશિઃ આજે જન્મેલા બાળકોની રાશિ કુંભ છે, તેથી જન્મેલા બાળકોના નામ ગ.શ.સ. અક્ષર પર રાખી શકાય.

આજનું ભવિષ્ય...

મેષ(અ.લ.ઈ): કાર્યક્ષેત્રના વિકાસ અર્થે નવા રોકાણો લાભદાયી બને. જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની ખરીદી કરી શકશો. ચતુરાઇપૂર્વક અનેક કાર્યો ઉકેલી શકશો.

વૃષભ(બ.વ.ઉ): કાર્યક્ષેત્રના વિકાસમાં સામાજિક પ્રવૃત્તિઓથી વિશેષ લાભ થાય. આવકના સાધનોમાં વધારો થાય. ભૂતકાળમાં કરેલા રોકાણોથી લાભ માટે અનુકૂળતા સર્જાય.

મિથુન(ક.છ.ઘ): આધ્યાત્મિક કાર્યો પ્રત્યે વિશેષ અભિરુચિ વધશે. સંતાન સંબંધી શુભ માંગલિક પ્રસંગોનું આયોજન કરી શકશો. વાહન, સ્થાયી પ્રોપર્ટી સુખમાં વધારો થાય.

કર્ક(ડ.હ.): ઉતાવળીયા નિર્ણયોના કારણે મૂંઝવણ ન વધે તે બાબતે ખાસ કાળજી રાખવી. કોઇને સહાયભૂત થવા જતા કાયદાકીય મુશ્કેલી ઉભી થઇ શકે. હિતશત્રુઓ રમત રમી જાય.

સિંહ(મ.ટ.): આરોગ્ય અને આર્થિક પ્રગતિ એકંદરે સારી રહેશે. કર્મશીલ બની અનેક રીતે લાભની તક ઝડપી શકશો. પરિવારમાં સ્નેહનો સરવાળો થતા મન પ્રસન્ન રહેશે.

કન્યા(પ.ઠ.ણ.): કાર્યક્ષેત્રના વિકાસમાં સામાજિક પ્રવૃત્તિઓની વિશેષ લાભ થવાની સંભાવના છે. આવકના સાધનો વધતા ધાર્મિક-આધ્યાત્મિક પ્રવૃત્તિઓ પણ વધે. સાચા મિત્રોનો સહકાર મળી રહેશે.

તુલા(ર.ત.): પારિવારિક જીવન મધુર રહેશે. ઘરમાં અનેક સમૃદ્ધિની વસ્તુઓની ખરીદી કરી શકશો. યાત્રા-પ્રવાસના કારણ માનસિક પ્રસન્નતામાં વધારો થાય. મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ કરી શકશો.

વૃશ્ચિક(ન.ય.): ઇન્ફેકશન જેવા રોગોથી સાચવવું. કોઇની પારકી અંગત જવાબદારી સ્વીકારવી નહીં. નાણાકીય બાબતમાં વિશેષ સાવધ રહેવું. વ્યવસાયિક ક્ષેત્રે ઉતાવળીયા નિર્ણયો લેવા નહીં.

ધન(ભ.ધ.ફ.ઢ.): સંતાનની પ્રગતિ થાય. કાર્યક્ષેત્રના વિકાસ માટે વધુ પડતી દોડધામ કરવી પડશે. પત્ની સાથેના સંબંધોમાં મધુરતા આવે. સાહસ અને પરાક્રમથી લાભ થાય.

મકર(જ.ખ.): સ્થાયી પ્રોપર્ટીમાં રોકેલા નાણાંથી લાભ થાય. મિલકત સંબંધી નવા આયોજનો હાથ ધરી શકશો. ભાગ્યોદયમાં વૃદ્ધિ થાય. તબિયત એકંદરે જળવાઇ રહેશે. 

કુંભ(ગ.શ.સ.): ધન-સંપત્તિમાં વધારો થવાથી અનેક લોકોપયોગી કાર્યો હાથ ધરી શકશો. હરિફોના હાથ હેઠા પડશે. વિદેશી વસ્તુઓથી લાભ થાય. ઘરમાં સુખ-સમૃદ્ધિ વધતા મન પ્રસન્ન રહેશે.

મીન(દ.ચ.ઝ.થ.): સ્વજનો સાથે મનદુઃખની સ્થિતિ સર્જાતાં વ્યાકુળ બની જવાય. સહકાર્યકર્તાઓ સાથે પણ અલ્પ વૈચારિક મતભેદ થઇ શકે. સ્વાસ્થ્યની તકેદારી રાખવી યોગ્ય રહેશે.

------

જ્યોતિષાચાર્ય ડૉ.મહેશ દશોરા

619, ITC બિલ્ડિંગ, મજુરા ગેટ, રિંગરોડ, સુરત. સંપર્કઃ 94261 35316, 0261-2477880

મુલાકાતનો સમયઃ સોમથી શુક્ર, બપોરે 1થી 7

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp