સબરીમાલા મંદિરના કપાટ ખૂલ્યા: મહિલાઓના પ્રવેશની તંગદીલીથી સુરક્ષા વધારાઈ

PC: swarajyamag.com

મહિલાઓના પ્રવેશને લઈને છેલ્લા ઘણા સમયથી વિવાદમાં રહેલાં સબરીમાલા મંદિરમાં ફરી આજથી ફેબ્રુઆરીથી શ્રદ્ધાળુઓને પ્રવેશ અપાઈ રહ્યો છે. મંદિરના તંત્રએ જણાવ્યું હતું કે મુખ્ય પૂજારી માસિક પૂજા માટે મંદિરને ખોલી અને પછી મંદિર 17મી ફેબ્રુઆરીથી સુધી ખૂલ્લું મુકશે. મહિલાઓની સુરક્ષાને લઈને ભારે તંગદીલી પ્રવર્તી રહી છે જેથી પોલીસે સુરક્ષા વધારી દીધી છે.  સબરીમાલાના ભગવાન અયપ્પાના મંદિરને મલયાલમ મહિનો કુંબમ શરૂ થયો હોવાથી માસિક વિધિ માટે મંદિર ઓપન થયું છે. મંદિરના મુખ્ય પૂજારી વાસુદેવન કપાટ ખોલીને દર્શનાર્થીઓ માટે મંદિર ખોલ્યું હતું.  સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો મહિલાઓના પ્રવેશને લઈને ત્યારબાદ ભારે વિવાદ ઉભો થયો હતો. એ વિવાદને ધ્યાનમાં રાખીને મંદિરની કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે સુરક્ષા માટે પોલીસે વધુ બંદોબસ્ત ગોઠવ્યો છે. જોકે, મંદિર પ્રશાસને છેલ્લે એવું નિવેદન આપ્યું હતું કે સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં મંદિરનું તંત્ર સહકાર આપી રહ્યું છે જેથી તંગદિલી ઓછી થવાની શક્યતા છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp