ઓમકારેશ્વરમાં જ્યોતિર્લિંગ મંદિર નીચે મળ્યું સાતમી સદી પહેલાનું મંદિર

PC: jagran.com

પ્રાચીન મંદિર પાછળ ઘણી બધી ગાથાઓ જોડાયેલી હોય છે. ત્યારે હવે તીર્થ નગરી ઓમકારેશ્વરમાં ઘણી બધી ઐતિહાસિક અને પ્રાચીન કાળ જૂની સંપત્તિ જોવા મળી છે. અહીં હાજર અવશેષ અને ભગવાન જ્યોતિર્લિંગ મંદિરના નીચે ખોદકામાંથી નીકળેલું મંદિર સાતમી સદીથી જુનું હોવાનું અનુમાન લગાવવામાં આવે છે. જોકે ઓમકાર પર્વતનું વર્ણન વેદોંમાં પણ સમાવેશ થાય છે.

સાતમી સદીથી પણ જુનું મંદિર 2018ના અંતિમ મહિનામાં ખોદકામ દરમિયાન બહાર આવ્યું હતું, તેના વિશે ભારતીય પુરાતત્વ વિભાગના સર્વેક્ષણ વિભાગના આર્કિટેક્ટ મુનીષ પંડિતે મંગળવારે નવી દુનિયા વેબસાઈટને આપેલા એક ઈન્ટરવ્યુમાં વાતચીત કરી હતી. જ્યાં તેમણે આ વિશે કહ્યું હતું કે ભગવાન ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના નીચે જે મંદિર નીકળ્યું છે, આ મંદિર એક હજાર અથવા પાંસ સૌ વર્ષ જુનુ નહીં, પરંતુ બાંધકામ અને ઓર્કિટેક્ચર જોઇને લાગે છે કે આ સાતમી સદીથી પણ પહેલાનું મંદિર છે.

તેમણે કહ્યું કે ઓમકાર પર્વત પર આવેલુ ઓમકારેશ્વર મંદિરના નીચે ખોદકામ દરમિયાન ભવ્ય મંદિર સ્મારક સામે આવ્યા છે. તેમનો ઈતિહાસ અને વર્તમાન પરિસ્થિતિ શોધવા માટે ત્યાં સુધી પહોચવું પડશે. આ ખૂબ જ પ્રાચીન વારસો આગામી પેઢીની સામે લાવવામાં આવશે જેથી તે આ વિશે જાણકારી મેળવશે કે ભારતીય સંસ્કૃતિ કેટલી પ્રાચીન છે.

આક્રમણ અથવા ભૂકંપથી ક્ષતિગ્રસ્ત થયું હશે મંદિર!

ઓમકાર પર્વત પર અદ્દભૂત પ્રાચીન મંદિરો આવેલા છે. અહીં સિદ્ધનાથ મંદિર, ગૌરી સોમનાથ મંદિર, ચાંદ સૂરજ દ્ધારા સહિત બધાં જ મંદિર આવેલા છે. આર્કિ઼ટેક્ટપંડિતએ જણાવ્યું કે ઓમકાર પર્વત પર જે મંદિર તદ્દન જર્જરિત સ્થિતિમાં છે, આ મંદિરો તોડ્યુ હશે અથવા ભૂકંપના કારણ જર્જરિત થયું છે. દરેક મંદિરોને સુરક્ષિત કરી સમગ્ર વિશ્વના સામે આ પણ સિદ્ધ કરી શકાય છે કે ભારત અનાદિકાળથી સંસ્કૃતિ તેમજ આધ્યાત્મિકતા સૌથી આગળ છે.

સ્ટ્રેક્ચરનો ઈતિહાસ અને શક્તિનો સર્વેક્ષણ

ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ મંદિરના નીચેથી નીકળેલા સ્મારકનો ઈતિહાસ અને શક્તિ ઉપરાંતની શોધ માટે હેરિટેજ આર્કિટેક્ટ મુનીષ પંહિત દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. તેનું ખોધકામ ચાલુ રાખવામાં આવશે અને તેને સુરક્ષિત રાખવા ઉપરાંતનો નિર્ણય તેના રિપોર્ટ બાદ જ નક્કી થશે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp