આ ટિપ્સથી કરો વાસ્તુદોષ દૂર

PC: architecturaldigest.in

તમારા ઘરમાં જો સતત લડાઈ-ઝગડા રહેતા હોય કે તમારા ઘરમાં પૈસાની આવનજાવન ઘટી ગઈ હોય તો એની પાછળ વાસ્તુદોષ જવાબદાર હોઈ શકે છે. આથી અમે તમારા માટે કેટલીક મહત્ત્વની વાસ્તુ ટિપ્સ લઈને આવ્યા છીએ, જેને ફૉલો કરીને તમે ફરીથી તમારા ઘરમાં શાંતિ મેળવી શકો છો અને એ ટિપ્સથી જ તમારા ઘરમાં ધનની વર્ષા પણ થશે.

ક્યારેય ઘરની તિજોરી કે કિચનની આસપાસ ચંપલ કે બૂટ ન હોવા જોઈએ. ઘરમાં પહેરવાના ચંપલ પણ આ બે બાબતોથી દૂર રાખવા. લક્ષ્મી અને ધૂળ-ગંદકીને આડવેર છે, આથી જ્યાં ચંપલ હોય કે ગંદકી હોય ત્યાં લક્ષ્મી ક્યારેય આવતી નથી.

જો તમારો બેડરૂમ દક્ષિણ-પશ્ચિમમાં હશે તો તમારા બેડરૂમમાં પિત્તળનું એક ખાલી વાસણ રાખો, જેથી તમારા ઘરમાં શાંતિ બનેલી રહેશે. તો ઘરના મંદિરિયાની ઉપર કે તેની આસપાસ કોઈ પણ પ્રકારનો સામાન રહેવો ન જોઈએ. તેમજ હંમેશાં એ વાતનું ધ્યાન રાખવું કે મંદિરિયામાં ક્યારેય અંધારું ન હોવું જોઈએ. રાતના સમયે પણ ત્યાં એક નાનકડો બલ્બ ચાલુ રાખવો.

તમારા ઘરના ગાર્ડનમાં ક્યારેય આંકડા જેવા દૂધવાળા છોડ ન લગાડવા. તો ઘરનાં આંગણામાં તુલસીનો છોડ અવશ્ય રાખવો. આ સિવાય ઘરની અંદર મનીપ્લાન્ટ અથવા નાનકડો વાંસ રાખવો. બની શકે તો સવારે અને સાંજે પૂજાના સમયે ઘરમાં શંખ વગાડવાનું રાખો. આવું કરવાથી ઘરની અંદરની નકારાત્મક્તા ભાગી જાય છે અને ઘરમાં પોઝિટિવિટી એન્ટર થાય છે.

તો હંમેશાં એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ઘરમાં ક્યારેય તૂટેલો કાચ ન હોવો જોઈએ.  તેમજ ઘરમાં બે અરીસા સામસામે ન હોય એની પણ અત્યંત કાળજી લેવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp