નવા વર્ષમાં ક્યારે અને કેટલી વાર થશે સૂર્ય-ચંદ્ર પર ગ્રહણ? ભારત પર શું થશે અસર

PC: zeenews.india.com

જ્યોતિષ, ધાર્મિક તેમજ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએ પણ ચંદ્ર અને સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વર્ષ 2023 શરૂ થવા જઈ રહ્યુ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે. માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમ્યાન કોઈપણ  શુભ કાર્ય કરવું જોઈએ નહીં. કારણ કે તે સમયે સૂતક કાળ રહે છે.તો વર્ષમાં આવતા ચંદ્ર અને સૂર્યગ્રહણ વિશે અમે તમને જાણકારી આપીશું. તો ચાલો તમને જણાવીએ કે આ ગ્રહણ ક્યાંરે થશે, ક્યાં દેખાશે અને ભારતમાં ક્યારે સુતક કાળ શરૂ થશે?

વર્ષ 2023એ દસ્તક દીધી છે. રવિવારથી નવું વર્ષ શરૂ થઈ રહ્યું છે. 2022ની જેમ નવા વર્ષમાં પણ ઘણા ગ્રહણ થશે, જેની અસર આખી દુનિયા પર જોવા મળશે. આ વર્ષે બે સૂર્યગ્રહણ અને બે ચંદ્રગ્રહણ થવાના છે. જ્યોતિષ, ધાર્મિક તેમજ ખગોળશાસ્ત્રની દ્રષ્ટિએથી ચંદ્ર અને સૂર્યગ્રહણની ઘટનાને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ચાલો તમને જણાવીએ કે આ ગ્રહણ ક્યાં દેખાશે અને ભારતમાં ક્યારે સુતક કાળ શરૂ થશે?

નવા વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ 20 એપ્રિલ 2023ના રોજ થશે. પંચાંગ મુજબ સવારે 7:04 થી 12.29 સુધી ચાલશે. વર્ષનું બીજું અને છેલ્લું સૂર્યગ્રહણ 14 ઓક્ટોબર 2023 એટલે કે શનિવારે થશે.

પંચાંગ અનુસાર, વર્ષ 2023ના બંને સૂર્યગ્રહણ ભારતમાં દેખાશે નહીં. તેથી, બંનેનો સુતક સમયગાળો માન્ય રહેશે નહીં. 14 ઓક્ટોબરે થનારું સૂર્યગ્રહણ પશ્ચિમ આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એટલાન્ટિકા અને આર્કટિકમાં જોવા મળશે.

નવા વર્ષમાં પ્રથમ ચંદ્રગ્રહણ 5 મે, 2023 ના રોજ થશે, જે રાત્રે 00:45 વાગ્યે શરૂ થશે અને રાત્રે 1:00 વાગ્યે સમાપ્ત થશે. જ્યારે બીજું ચંદ્રગ્રહણ 29 ઓક્ટોબર 2023ના રોજ બપોરે 01.06 થી 02.22 સુધી ચાલશે. આ બંને ગ્રહણ ભારતમાં જોવા મળશે. એટલે સુતક સમય લાગશે.

વર્ષ 2023નું પ્રથમ ચંદ્રગ્રહણ દક્ષિણપૂર્વ યુરોપ, હિંદૂ અને પ્રશાંત મહાસાગર, આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, એટલાન્ટિક અને એન્ટાર્કટિકામાં જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp