કેદારનાથ અને યમુનોત્રી જતા 3 તીર્થયાત્રીના મોત, ચારધામ યાત્રામાં કુલ 29ના મોત

PC: financialexpress.com

કેદારનાથની જટિલ ભૌગોલિક સ્થિતિ શ્રદ્ધાળુના શ્વાસફુલાવી રહી છે. ગુરુવારના રોજ કેદારનાથ પહોંચેલા બે વધુ ભક્તોએ હૃદયના ધબકારા બંધ થઇ જતા દમ તોડ્યો. યમોનોત્રીમાં પણ એક યાત્રાળુનું મોત થયાની ખબર છે. હાલ કેદારનાથમાં હૃદયના ધબકારા બંધ થતા મોત થનારની સંખ્યા 10 અને યમુનોત્રીમાં 12 ઉપર પહોંચી છે. જ્યારે ચારધામની વાત કરીએ તો કુલ 29 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ગુરુવારના રોજ વડોદરા નિવાસી બૈરાવદન બોધીધાની ગદાવી ઉ.વ.(65)નું મોત કેદારનાથ બેઝ કેમ્પમાં થયું. જ્યારે બીજી તરફ ઉત્તર પ્રદેશના હમીપુર (બુન્દેલખંડ)નિવાસી કાલકા પ્રસાદે લીનચોલી નજીક દમ તોડ્યો. મુખ્ય આરોગ્ય આધિકારીએ ડૉ.બી.કે.શુક્લાએ જણાવ્યું કે બંને યાત્રાળુના મોતનું કારણ હૃદયના ધબકારા બંધ થઇ જવાનું જણાવ્યું છે.

જ્યારે યમનોત્રી ધામની યાત્રા માટે આવેલા ગુજરાતના બનાસકાઠાના પ્રકાશચંદ્ર (58)નું જાનકી ચટ્ટીથી પરત થતા રામમંદિર નજીકમાં સાંજે 6 કલાકે તબિયત લથડી,જેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવા પહેલા જ તેમણે પણ દમ તોડ્યો.

બીજી તરફ કેદારનાથ પગપાળા માર્ગમાં પહાડ ઉપરથી પડતા પથ્થરોની ચપેટમાં આવતા ગંભીર રીતે ઘાયલ થયેલા ઝારસુગુડા (ઓડીશા)ના નિવાસી પંચાનન બરાઈને ઋષિકેશમાં આવેલી એમ્સના ટ્રોમાં સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ્સના જનસંપર્ક અધિકારી હરીશ મોહન થપલિયાલે જણાવ્યું કે સોનપ્રયાગ એરલીફ્ટ કરવામાં આવેલા પંચાનનને વેન્ટીલેટર સપોર્ટ પર મુકવામાં આવ્યા છે. ગત દિવસોમાં ગૌરીકુંડમાં પગલપસી જવાથી ખીણમાં પડી જતા એક યાત્રાળુનું મોત થયું હતું. અત્યાર સુધીમાં મૃતકોની સંખ્યા પર નજર કરીએ તો યમુનોત્રી 12, ગંગોત્રીમાં 3, કેદારનાથમાં 10, બદ્રીનાથમાં 4 લોકો મોતને ભેટ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp