
ચારધામની યાત્રામાં જે પવિત્ર મંદીરનો સમાવેશ થાય છે તેવા ઉત્તરાખંડના કેદારનાથથી એક એવો વીડિયો સામે આવ્યો છે જે જોઇને તમે ધુંઆફુંઆ થઇ જશો. બાબા કેદારનાથ ધામના રસ્તા પાસે કેટલાંક યુવાનો ગ્રુપમાં બેઠા છે અને સાથે હુક્કો ગગડાવી રહ્યા છે.જ્યારે વીડિયોમાં કોઇક વ્યકિત એવું પુછી રહ્યા છે કે આ યાત્રાધામ અને પવિત્ર ધામ છે તમને ખબર નથી? કે અહીં હુક્કો ન પીવાઇ તો યુવાનો પાછા આ વ્યકિતની મજાક ઉડાવીને જીભાજોડી કરી રહ્યા છે. સરકારે આવા યુવાનોના કાન આમળવાની જરૂર છે અને એવી જાહેરાત કરવાની જરૂર છે કે કેદારનાથ મનોરંજન માટે નથી,શ્રધ્ધા અને ભક્તિ માટે છે.
એક યુવાન એવું કહેતો નજરે પડી રહ્યો છે કે અહીંયા ક્યાં લખ્યું છે કે હુક્કો ન પી શકાય. લાગે છે કે યુવાનોની વિચાર સરણીમાં મોટો બદલાવ આવી ગયો છે, તેઓ હવે પવિત્ર યાત્રા ધામને પણ મોજ મસ્તી માટેનું સ્થળ સમજી રહ્યા છે. આવા અનેક કિસ્સા સામે આવે ત્યારે લોકોની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચે છે. યુવાનોએ મોજ મસ્તી કરવી જ હોય તો બીજા અનેક સ્થળો છે, કલબમાં જઇને મસ્તી કરે, પરંતુ ધાર્મિક સ્થાનને શું કામ અભડાવવાનો પ્રયાસ કરે છે?
સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક યુવકો બાબા કેદારનાથ ધામ માટે રવાના થઈ રહ્યા છે અને આ દરમિયાન તેઓ રસ્તામાં બેસીને હુક્કા પી રહ્યા છે. વીડિયોમાં જોવા મળે છે કે જ્યારે કોઈ વ્યક્તિ એવું પૂછે છે કે તમે કેદારનાથ ધામ જઈ રહ્યા છો અને રસ્તામાં શું કરી રહ્યા છો, તે પણ જાહેર સ્થળે? યુવાનો તે વ્યક્તિની મજાક ઉડાવવા લાગે છે.
એક યુવાન એવી દલીલ કરવા લાગે છે કે અહીંયા ક્યાંયે લખ્યું નથી કે હુક્કો ન પી શકાય. સાથે એમ પણ કહી રહ્યો છે કે તો પછી સિગારેટ પીવા પર પણ પ્રતિબંધ હશે? આવી અનેક દલીલો યુવાન એ વ્યકિત સાથે કરી રહ્યો છે.
આ પહેલા પણ આવી ઘણી ઘટનાઓ બની છે જ્યાં બાબા કેદારનાથનના ધામમાં પહોંચીને ખાસ કરીને યુવાનો અહીં મસ્તી કરતા નજરે પડતા હોય છે. કેટલાંક તો મંદિરની સામે જ ડાન્સ કરતા હોય છે.આના પરથી સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે હવે બાબા કેદારનાથ ધામની છબી બદલાઈ રહી છે, ખાસ કરીને યુવા ભક્તો મોજમસ્તી કરવાના હેતુથી ધામમાં જઈ રહ્યા છે.
ઉત્તરાખંડના ધર્મ અને સંસ્કૃતિ વિભાગ તેમજ પર્યટન વિભાગે દેશભરના લોકોમાં આ સંદેશ ફેલાવવો જોઈએ કે બાબા કેદારનાથનું નિવાસસ્થાન મનોરંજન માટે નથી પરંતુ શ્રધ્ધા અને ભક્તિ માટે છે.
In UP's Prayagraj, a video of couple of men smoking Hookah and roasting chicken while picnicking on a boat has surfaced. A police probe is underway to ascertain the identity of people seen in the video. pic.twitter.com/Ev83MAiAEj
— Piyush Rai (@Benarasiyaa) August 31, 2022
ઉત્તર પ્રદેશ પોલીસે ગયા વર્ષે 8 લોકો સામે ગુનો નોંધ્યો હતો. આ લોકો ગંગા નદીની મધ્યમાં એક બોટ પર હુક્કા અને ચિકન'પાર્ટી કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.
ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp