યોગિની એકાદશી ક્યારે છે? આ દિવસે આ 3 ઉપાયો કરવાથી સમસ્યા દૂર થઇ શકે છે

PC: boldsky.com

અષાઢ કૃષ્ણ પક્ષની એકાદશીને યોગિની એકાદશી કહેવાય છે. આ એકાદશી પાપોના પ્રાયશ્ચિત માટે વિશેષ મહત્વની માનવામાં આવે છે. જયોતિષના જાણકારોનું કહેવું છે કે, આ દિવસે ધી હરિ, ભગવાન શિવનું ધ્યાન, ભજન અને કીર્તન કરવાથી તમામ પ્રકારના પાપોમાંથી મુક્તિ મળે છે. યોગિની એકાદશીના દિવસે વ્રત રાખવાથી અને આધ્યાત્મિક સાધના કરવાથી સમસ્યાઓનો અંત આવે છે. આ વખતે યોગની એકાદશી 14 જૂને ઉજવવામાં આવશે.યોગિની એકાદશી પર સ્નાન કર્યા પછી સૂર્યદેવને જળ ચઢાવવાનું પણ મહત્ત્વ છે.

જાણકારોનું કહેવુનં છે કે સૂર્યદેવને જળ અર્પિત કર્યા પછી પીળા વસ્ત્રો ધારણ કરીને ભગવાન વિષ્ણુની પૂજા કરો. શ્રી હરિને પીળા ફૂલ, પંચામૃત અને તુલસી દળ અર્પણ કરો. શ્રી હરિ અને મા લક્ષ્મીના મંત્રોનો જાપ કરો. કોઈ ગરીબ વ્યક્તિને પાણી, અનાજ, કપડાં, ચંપલ અને છત્રીનું દાન કરો. આ દિવસે માત્ર પાણી અને ફળ લઈને જ વ્રત રાખો. સવારે અને સાંજે એમ બે વાર પૂજા કરવામાં આવે છે. માનસિક સમસ્યાઓથી છુટકારો મેળવવો હોય તો યોગિની એકાદશીનું વ્રત રાખવું. દિવસ-રાત માત્ર પાણી જ ગ્રહણ કરો. ભગવાન શિવની યથાશક્તિ પૂજા કરો. ઓછું બોલો અને ગુસ્સો ન કરો.

જો તમારે તાત્કાલિક નોકરીની જરૂર હોય તો આ દિવસે લાલ રંગનું એક આસન લો, એ આસનની ચારેબાજુ એકમુખી દિવો સળગાવો. આસન પર બેસીને સંકટમોચન હનુમાનષ્ટકનો પાઠ કરો.હનુમાનજીને નોકરી મેળવવા માટે પ્રાર્થના કરો, તમારું કામ થઇ જશે.યોગિની એકાદશીના દિવસે ઉપવાસ રાખો. સવાર અને સાંજ શ્રી હરિની ઉપાસના કરો. આ એકાદશીએ ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરવો ઉત્તમ ગણાશે. ભગવદ ગીતાના અગિયારમાં અધ્યાયનો પાઠ પણ કરી શકો છે.યોગિની એકાદશીના દિવસે પીપળાનો છોડ વાવો અને ગરીબોને, કપડા, અનાજ, પૈસાનું દાન કરો.

યોગિની એકાદશીની તિથિનો પ્રાંરંભ 13 જૂને સવારે 9-28 થી થશે અને 14 જૂન સવારે 8-28 વાગ્યે તિથી સમાપ્ત થશે. યોગિની એકાદશી પારણા 15 જૂને સવારે 5-22 8વાગ્યે થશે.

એવું માનવામાં આવે છે કે યોગિની એકાદશીનું વ્રત કરવાથી વ્યક્તિના તમામ કષ્ટોનો અંત આવે છે અને વ્યક્તિને રોગોથી મુક્તિ મળે છે. જો તમારે સ્વસ્થ અને સ્વસ્થ રહેવું હોય તો યોગિની એકાદશીનું વ્રત અવશ્ય રાખો. એવું માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી 88 હજાર બ્રાહ્મણોને ભોજન કરાવવા સમાન પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમજ યોગિની એકાદશીનું વ્રત રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp