26th January selfie contest

104 kmpl એવરેજ આપે છે Bajajની આ નવી બાઇક

13 Oct, 2017
11:31 AM
PC: bajajauto.com

પેટ્રોલની દિવસે ને દિવસે વધતી કિંમત વચ્ચે ટુવ્હીલર મેન્યુફેક્ચરિંગ કરતી પ્રસિદ્ધ કંપની Bajaj એ પોતાની ફ્યૂઅલ એફિસિયન્ટ બાઇક લોન્ચ કરી છે. કંપનીએ દાવો કર્યો છે કે, તેમની નવી બાઇક Platina ComforTec 104 કિલોમીટર પ્રતિ લીટરની એવરેજ આવશે. આ બાઇક Platinaનું અપડેટેડ વર્ઝન છે. આ બાઇકમાં 102ccનું DTS-I એન્જિન આપવામાં આવ્યું છે. બાઇકને પહેલા કરતો સારો લૂક આપવામાં આવ્યો છે. નવી દિલ્હીના એક્સ-શોરૂમમાં આ બાઇકની કિંમત 46,656 રૂપિયા રાખવામાં આવી છે.