ઓટો એક્સ્પો 2018: Tataની આ કાર પકડશે 6 સેકન્ડમાં 100 કિમીની સ્પીડ

PC: bhp.com

દિલ્હીમાં ચાલી રહેલા ઓટો એક્સ્પોમાં દુનિયાની જાણીતી કંપનીઓ પોતાની ઈલેક્ટ્રીક કાર શોકેસ કરી રહી છે. તેવામાં ભારતીય કંપની Tata Motors પણ પાછળ રહી નથી. કંપનીએ Tata RaceMo+ સ્પોર્ટ્સ કાર ઓટો એક્સ્પોમાં શોકેસ કરી હતી. Tata RaceMo+ને પહેલી વખતે 2017માં જીનીવાના મોટર શોમાં શોકેસ કરવામાં વી હતી. પરંતુ ત્યારે તેનું પેટ્રોલ વર્ઝન એન્જીન મોડેલ જાહેર કરવામાં આવ્યું હતું.

Tata RaceMo+ નું એન્જીન તેના પાછળના ભાગમાં છે. કંપની તરફથી બનાવવામાં આવેલી પહેલી એવી ટુ-ડોર સ્પોર્ટ્સ કાર છે. આ કારને ઈટલીના કંપની ડિઝાઈન સ્ટુડિયોમાં તૈયાર કરવામાં આવી છે. આ કાર ફુલ ચાર્જ થયા પછી 350 કિલોમીટર ચાલે છે. આ કારમાં 6 સ્પીડ AMT ગિયરબોક્સ આપવામાં આવ્યા છે.

કંપનીનો દાવો છે કે આ કાર માત્ર છ સેકન્ડમાં 0-100 કિલોમીટરની સ્પીડ પકડી લે છે. કારમાં ફાસ્ટ ચાર્જીંગનો ઓપ્શન પણ આપવામાં આવ્યો છે. આ કાર 4 મીટરથી ઓછી લંબાઈવાળી છે અને તેનું મિનિમમ ગ્રાઉન્ડ ક્લીયરન્સ 165mmનું છે.

 

કંપનીની આ કાર ટુ-સીટર છે. આ કારમાં ક્લાઉડ કોમ્પ્યુટીંગ, એનાલીટીક્સ, મેપીંગ જેવી ટેક્નોલોજી કનેક્ટ થઈ શકશે. કંપનીએ Tata RaceMo+  અને તેના ઈલેક્ટ્રીક વર્ઝનને લોન્ચ કરવાની જાહેરાત કરી નથી.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp