આવી ગઈ TATAની પહેલી ઈલેક્ટ્રિક કાર, જાણો કિંમત

PC: thehindubusinessline.com

ભારતીય કાર મેન્યુફેક્ચરિંગ કંપની Tata Motorsએ પોતાની ઈલેક્ટ્રિક કાર બનાવવાની શરૂઆત કરી દીધી છે. કંપનીએ ગુજરાતના સાણંદ પ્લાન્ટથી ઈલેક્ટ્રિક TATA Tigorનો પહેલો લોટ તૈયાર કરી લીધો હતો. આ કારને વિશેષ રૂપે એનર્જી એફિશિઅન્સી સર્વિસીઝ(EESL) માટે બનાવવામાં આવી છે. વાત એવી છે કે, EESL તરફથી TATA મોટર્સને 10000 ઈલેક્ટ્રિક કાર સપ્લાઇ કરવાનું ટેન્ડર મળ્યું હતું, પરંતુ પછી 30% હિસ્સો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપનીને બનાવવાનું કહેવામાં આવ્યું હતું.

સપ્ટેમ્બર 2017મા TATAને 1120 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યો હતો. કંપનીને 7000 યુનિટ્સની સપ્લાઇ પહેલા ચરણમાં કરવાની છે. ઉલ્લેખનીય છે કે, સરકાર વાયુ પ્રદૂષણ અને તેલ આયાત પર લગામ લગાવવા માટે 2030 સુધી ફક્ત ઈલેક્ટ્રિક કારના ઉપયોગનું લક્ષ્યાંક રાખ્યું છે.

EESLના જણાવ્યાનુસાર TATAએ આ કારોની ઓછામાં ઓછી કિંમત 10.16 લાખ રૂપિયા રાખી છે. આમાં GST ટેક્સ શામેલ નથી. આ કારોની વોરંટી 5 વર્ષની હશે. આ કારોનો ઉપયોગ અત્યારે તો સરકારી વિભાગોના કર્મચારી જ કરી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp