Fortunerનું નવું મોડૅલ TRD Sportivo લોન્ચ, જાણો કિંમત

PC: autocarindia.com

Innova અને Fortuner જેવી દમદાર લોકપ્રિય SUV લોન્ચ કરનારી કાર મેકર કંપની Toyotaએ ભારતમાં Fortunerનું નવું વેરિયન્ટ લોન્ચ કરી દીધું છે. Fortuner TRD Sportivo નામની આ SUVમાં કંપનીના હાલના મોડેલ કરતા વધુ સારા ફીચર્સ આપવામાં આવ્યા છે. TRD Sportivoમા કાળા અને સિલ્વર કલરના એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. કારમાં લાલ અને કાળા રંગના ગ્રાફિક્સ છે, જે ગ્રીલ અને દરવાજા પર TRD લોગો સાથે આવે છે.

કારમાં 2.8 લીટર ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે. એન્જિન 175 હોર્સપાવરની મેક્સિમમ તાકાત અને 450 ન્યૂટન મીટરનો મેક્સિમમ ટોર્ક જનરેટ કરવામાં સક્ષમ છે. આ એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને 6 સ્પીડ ઓટોમેટિક ટ્રાન્સમિશનથી સજ્જ છે. Fortuner TRD Sportivoની કિંમત દિલ્હીના એક્સ શો-રૂમમાં 31 લાખ રૂપિયા રાખવામાં આવી છે, જ્યારે તેની ઓન રોડ પ્રાઇઝ 36.88 લાખ રૂપિયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.