રામ મંદિર ચૂકાદા પહેલા RSS અને VHPની સમાજના પ્રબુદ્ધ લોકોને સમજાવવાની પહેલ શરૂ

PC: youtube.com

10 નવેમ્બર પછી રામ મંદિર બાબતે સુપ્રીમ કોર્ટ દ્વારા મહત્ત્વનો ચૂકાદો આપવામાં આવી શકે છે. સુપ્રીમ કોર્ટના મહત્ત્વના ચૂકાદાને લઇને સામાજિક સમરસતા ડહોળાઈ નહીં તે માટે અલગ અલગ ધાર્મિક સંગઠનો અને સંસ્થાઓ કામગીરી કરી રહી છે. સામાજિક સમરસતાના ભાગ રૂપે RSS અને વિશ્વ હિંદુ પરિષદ બંને સંસ્થાઓ અગલ અલગ જગ્યાઓ પર અલગ અલગ સમાજના લોકો સાથે વાતચીત કરી રહી છે.

સુરતના પણ વિશ્વ હિંદુ પરિષદના કેન્દ્રીય મંત્રી દેવજી રાવત દ્વારા આગામી દિવસોમાં રામ મંદિરને લઇને સુપ્રીમ કોર્ટના ચૂકાદાને લઇ સુરતમાં સામાજિક સમરસતા જળવાઈ રહે તે માટે તેમને અનુસુચિત જાતીના પ્રબુદ્ધ લોકોની સાથે સમાજના આગેવાનોના માધ્યામથી વાતચીત કરી હતી. દેવજી રાવતે આ બેઠકમાં રામ મંદિર વિવાદ મામલે લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો.

દેવજી રાવતે લોકોને માહિતી આપી આપી હતી કે, 1528માં બાબરે કેવી રીતે મંદિર પર કબજો કર્યો હતો અને તે સમયથી લઇને અગ્રેજોના શાસન દરમિયાન ભારતમાં રામ મંદિર બનાવવા બાબતે કેવી રજૂઆતો કરવામાં આવતી તે તમામ માહિતી પ્રબુદ્ધ નાગરિક સદભાવ બેઠકમાં આપી હતી.

આ ઉપરાંત તેમને બાબા સાહેબ આંબેડકરના હિંદુ સમાજને એક કરવાનો ઉદ્દેશ્ય રામ મંદિરના નિર્માણની સાથે જ સિદ્ધ થાય આ વિચાર સામાજિક સમરસતાના માધ્યમથી અનુસુચિત જાતીના પ્રબુદ્ધ લોકોને સમજાવવાની કોશિશ કરી હતી.

આ પ્રકારની બેઠકોથી RSS અને વિશ્વ હિંદુ પરિષદ સામાજિક સમરસતાના માધ્યમથી સમાજના દરેક વર્ગના લોકો એક સાથે ભાઈ ચારથી જોડીને દેશને મજબૂત બનાવવાના પ્રયાસો કરી રહ્યા છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp