26th January selfie contest

અયોધ્યા ચૂકાદા મુદ્દે પાકિસ્તાનને ભારતનો સણસણતો જવાબ

PC: aajtak.app.link

અયોઘ્યા મામલે સુપ્રીમ કોર્ટના ચૂકાદા પર પાકિસ્તાને આપેલી પ્રતિક્રિયા પર ભારતે રોષ વ્યક્ત કર્યો છે. વિદેશ મંત્રાલયએ કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ પાકિસ્તાને આપેલા નિવેદનને સ્વીકારી શકાય એમ નથી.અયોધ્યાનો મુદ્દો એ દેશનો આંતરિક મામલો છે. કોર્ટે આપેલો ચૂકાદો શાસન, ધર્મ અને વિવિધ સંપ્રદાયના સન્માન સાથે જોડાયેસો મુદ્દો છે. સુપ્રીમ કોર્ટના ચૂકાદા સાથે પાકિસ્તાનને કંઈ માથું મારવાની જરુર નથી. આ એમનો મામલો પણ નથી. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, પાકિસ્તાનની સમજદારી ઓછી છે એ કંઈ નવી વાત નથી. આ વાતમાં કોઈ આશ્ચર્ય થાય એવું પણ કંઈ નથી.

નફરત ફેલાવવાના સ્પષ્ટ ઈરાદા સાથે પાકિસ્તાન દેશના આંતરિક મુદ્દાઓ પર ટીકા ટિપ્પણીઓ કરે છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમુદ કુરૈશીએ અયોઘ્યા મામલે ટાઈમિંગના મામલે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે ઉમેર્યું કે, જે દિવસે કરતારપુર કોરિડોરનું ઉદઘાટન થઈ રહ્યું હતું. એ સમયે અયોધ્યાનો ચૂકાદો વંચાઈ રહ્યો હતો. આ નિર્ણય માટે ભારત થોડા દિવસની રાહ જોઈ શકે એમ ન હતું. સુપ્રીમ કોર્ટે અયોધ્યાની વિવાદીત જમીન પર રામલલાનો હક છે એવું માન્યું છે. જ્યારે મસ્લિમ પક્ષકારોને અયોધ્યામાં પાંચ એકર જમીન આપવાનો આદેશ આપ્યો છે. પાંચ જજની બેંચે સર્વસંમતિથી આ નિર્ણય આપ્યો છે.

શનિવારે સવારે 10.30 વાગ્યે પાંચેય જજ રંજન ગોગોઈ, શરદ બોબડે, ધનંજય યશવંત ચંદ્રચુડ, અશોક ભૂષણ અને અબ્દુલ નજીરે કવરમાં તૈયાર કરેલા એક ચૂકાદા પર સહી કરી હતી. ત્યાર બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. જેથી 200 વર્ષ જૂના કેસનો અંત આવ્યો હતો. 1 જુલાઈ 1989ના રોજ પ્રથમ વખત જમીન માલિકીનો દાવો કરવામાં આવ્યો હતો. જે કેસ ફૈઝાબાદની અદાલતમાં ચલાવવામાં આવ્યો હતો. જેમાં વિહિપ અને મુસ્લિમ પક્ષકારો સામસામે આવી ગયા હતા.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp