26th January selfie contest

અયોધ્યાના ચૂકાદા બાદ ચારેય જજને CJI રંજન ગોગોઈ જાણો ક્યા લઇ ગયા

PC: ANI

અયોધ્યાના ચૂકાદા બાદ જજોની બેંચને સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ શનિવારે ડિનર પર લઈ ગયા હતા. જેમાં જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ એસ.એ. નજીર, જસ્ટિસ એસ.એ. બોબડે અને જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડ પણ જોડાયા હતા. અયોધ્યામાં વિવાદીત રામજન્મભૂમિ- બાબરી મસ્જીદ કેસ પર શનિવારે સવારે ચૂકાદો આપવામાં આવ્યો હતો. આ બેંચમાં રંજન ગોગોઈ પણ હતા. આ પાંચેય જજની બેંચ તાજ માનસિંહ હોટેલમાં ડિનર માટે ગયા હતા. ગત શનિવારે લેવાયેલા આ ઐતિહાસક નિર્ણયમાં સમગ્ર કેસ સંબંધીત જુદા જુદા પુરાવાઓ તપાસવામાં આવ્યા હતા. ચૂકાદા બાદ રામ મંદિર નિર્માણનો માર્ગ સ્પષ્ટ થઈ ચૂક્યો છે.

મુસ્લિમ પક્ષકારોને પાંચ એકર જમીન આપવામાં આવી છે. પરંતુ, તેની ફાળવણી કેન્દ્ર સરકાર કરશે. વિવાદીત જમીન કેન્દ્ર સરકારના રીસીવર પાસે રહેશે. જે સરકાર તરફથી બનાવવામાં આવેલા ટ્રસ્ટને સોંપવામાં આવશે. જજની બેંચે કેન્દ્ર સરકારને જણાવ્યું હતું કે, મંદિરના નિર્માણ માટે ત્રણ મહિનામાં એક ટ્રસ્ટની રચના કરવામાં આવે. બેંચના અધ્યક્ષ રંજન ગોગોઈ સહિત અન્ય જજે સહસમંતિથી આ ચૂકાદા પર સહી કરી હતી. હિંદુ માન્યતા અનુસાર આ જ વિવાદીત જમીન પર પ્રભુ રામનો જન્મ થયો હતો. જેથી મંદિર પર જમીની માલિક હક છે.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp