પદ્માવતિએ ફાઈનલી ચૂપ્પી તોડી, આપ્યો જડબાતોડ જવાબ

14 Nov, 2017
07:00 PM
PC: khabar.ndtv.com

ફાઈનલી ફિલ્મ ‘પદ્માવતિ’ના ચાલી રહેલા વિવાદ પર અભિનેત્રી દીપિકા પાદુકોણે પોતાની ચૂપ્પી તોડી છે અને તેણે કહ્યું છે કે, મારી ફિલ્મને રીલિઝ થતા કોઈ રોકી નહિં શકે. એક મહિલા રૂપે મને આ ફિલ્મનો હિસ્સો બનવાનો અને તેની કહાની રજૂ કરવાનું ગૌરવ છે અને આ કહાનીને દર્શાવવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ પર ઈતિહાસ સાથે છેડછાડ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે અને દેશના વિવિધ હિસ્સામાં ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની પણ વાત કરવામાં આવી છે.

Leave a Comment: