કડવી હવાનો ફર્સ્ટ લૂક જાહેર

13 Aug, 2017
04:31 AM
PC: twitter.com/taran_adarsh

આજના જમાનાની ગંભીર સમસ્યા ગણાતી ક્લાઇમેટ ચેન્જને કેન્દ્રમાં રાખી બનેલી ફિલ્મ કડવી હવાનો ફર્સ્ટ લૂક યુનાઇટેડ નેશન્સ એન્વાર્મેન્ટના અંડર સેક્રેટરી જનરલ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર એરિક સોલ્હેમના હસ્તે કરાયો હતો. નીલા પાંડા દ્વારા દિગ્દર્શિત અને રણવીર શોરી બેન્ક રિકવરી એજન્ટ, સંજય મિશ્રા વૃદ્ધની સાથે અંધ ખેડૂતની ભૂમિકામાં છે. ઉપરાંત તિલોત્તમા શોમ અને ભુપેશ સિંઘ પણ મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. નવી દિલ્હીમાં ફોરેન કોરસ્પોન્ડન્ટ ક્લબ ઓફ સાઉથ એશિયા ખાતે યોજાયેલા રંગારંગ કાર્યક્રમમાં ફિલ્મના કલાકાર કસબીઓ ઉપરાંત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: