ટાઈગરે શા માટે કહ્યું કે તે રિતિક જેવો નહીં બની શકે, જાણો કારણ

07 Dec, 2017
12:31 AM

જેકી શ્રોફના પુત્ર ટાઈગર શ્રોફ તેના ફેવરિટ અભિનેતા રિતિક રોશન સાથે દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદની આગામી ફિલ્મમાં સાથે જોવા મળશે. ટાઈગર રિતિક રોશનનો ઘણો મોટો ફેન છે અને તેને પોતાનો આઈડિયલ માને છે. આથી તે રિતિક જેવી મહેનત કરવા માટે અત્યારથી શરૂઆત કરી દીધી છે. ટાઈગરે હાલમાં જ કહ્યું હતું કે, 'હું રિતિક સાથે કામ કરવાને લઈને હું ઘણો ઉત્સાહિત છું. મને મારા કરિયરની શરૂઆતમાં જ તેમની સાથે કામ કરવા મળી રહ્યું છે. તે મારા આદર્શ છે. આજે હું પણ જે જગ્યાએ છું તેમના લીધે જ છું અને મને ડાન્સ કરવાની પ્રેરણા પણ તેમની પાસેથી જ મળી છે.'

ફિલ્મ અંગે વાત કરતા તેણે કહ્યું હતું કે, 'રિતિક એક ઘણો મહેનતું અભિનેતા છે. તે પોતાના કામમાં 100 ટકા આપે છે, તો મારે મારા કામ માટે 200-300 ટકા આપવા પડશે. છત્તાં પણ હું શ્યોર નથી કે તેમના જેવું કામ કરી શકીશ કે નહીં.' યશ રાજ બેનરની આ ફિલ્મમાં ટાઈગરની સાથે રિતિક અને વાણી કપૂર જોવા મળશે. ફિલ્મનું નામ હજુ સુધી રાખવામાં આવ્યું નથી.
હાલમાં ટાઈગર પોતાની આગામી ફિલ્મ 'બાગી-2'નું શૂટીંગ દિશા પટાની સાથે કરી રહ્યો છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.