સલમાન સાથે લગ્ન કરવા અંગે લુલિયા વંતુરે કંઈક આવું કહ્યું

PC: filmibeat.com

સલમાન ખાનના ફેન્સ તેના લગ્નની ઘણી રાહ જોઈ રહ્યા છે. સલમાન કોની સાથે લગ્ન કરશે તે હજુ સુધી કોઈને ખબર નથી. પરંતુ આવતીકાલે વેલેન્ટાઈન ડે છે અને તે દિવસે સલમાન તેના લગ્ન અંગેની કોઈ જાહેરાત કરે તેવી તેના ફેન આશા રાખીને બેઠા  છે. હાલમાં સલમાન તેની ગર્લફ્રેન્ડ લુલિયા વંતુર સાથે સંબંધ છે, પરંતુ સલમાન કે લુલિયા બંનેમાંથી કોઈએ તેમના સંબંધ અંગે જાહેર કર્યું નથી.

પરંતુ હાલમાં જ લુલિયા વંતુરે સલમાન સાથેના પોતાના સંબંધને લઈને એક મોટું સ્ટેટમેન્ટ આપ્યું હતું. હાલમાં જ તેને લગ્ન અંગે પુછવામાં આવતા તેણે કહ્યું હતું કે, મને નથી લાગતું કે લગ્ન કરવા જરૂરી છે. જ્યારે બે લોકો પ્રેમમાં હોય છે તો લગ્ન જરૂરી નથી.

તેણે વધુમાં કહ્યું હતું કે હું મારી પોતાની એક ઓળખ બનાવવા માગું છું, નહીં કે હું સલમાન ખાનની ગર્લફ્રેન્ડના તરીકે ઓળખાઉં. મેં રોમાનીયમાં મારી જાતે મારી પોળખ બનાવી છે. તો હવે અહીં પણ હું મારી જાતે જ મારી ઓળખ ઊભી કરવા માંગુ છું.

આ પહેલા લુલિયાએ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે મોટાભાગના લોકો મારા અને સલમાનના સંબંધને લઈને ખોટીફવાઓ ફેલાવે છે. હું સલમાનની ઘણી ઈજ્જત કરું છું. તેણે મને ઘમી બધી વાતો માટે પ્રેરણા આપી છે. મને હજી મારા ભવિષ્ય અંગેનું કંઈ જ ખબર નથી. બોલિવુડમાં કરિયર બનાવવા અંગે લુલિયાએ હજુ કંઈ વિચાર્યું નથી. પરંતુ હાલમાં જ તે એક મ્યુઝીક વીડિયો આલ્બમમાં મનીષ પૌલ સાથે જોવા મળી હતી.

   

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp