હવે ઉત્તર પ્રદેશના પ્રધાનની બની રહી છે બાયોપિક

13 Aug, 2017
03:31 AM
PC: khabarchhe.com

અલ્હાબાદના 43 વર્ષીય નેતા નંદ ગોપાલ ગુપ્તાની જિંદગી બૉલિવુડની ફિલ્મોની સ્ટોરીને ટક્કર મારે એવી છે. અને એટલે જ દિગ્દર્શક હુસેન નકવી તેમની જીવની પર આધારિત ફિલ્મ નંદી બનાવી રહ્યા છે. શુક્રવારે ગીતના રેકોર્ડથી ફિલ્મનો શુભારંભ કરાયો હતો.

ઉત્તર પ્રદેશના ધાકડ વિસ્તારમાં રહેતા પોસ્ટમેનના પુત્ર નંદ નાનપણથી જ માતાપિતાને આર્થિક રીતે સહાયરૂપ થવા વિવિધ પ્રકારના કામો કરતા હતા. આવી પરિસ્થિતિમાં તેમને એક યુવતી સાથે પ્રેમ થયો જેનો પરિવાર આ લગ્નના વિરોધમાં હતો. એટલું જ નહીં, કન્યાનો પરિવાર તો નંદની હત્યા કરવાની ફિરાકમાં હતો. દરમ્યાન નંદએ બિઝનેસની સાથે પોલિટિક્સમાં પણ કાઠું કાઢ્યું. 1989માં પહેલી જ ચૂંટણી લડી રહેલા નંદે ભાજપના દિગ્ગજ નેતા અને પ્રદેશાધ્યક કેશરીનાથ ત્રિપાઠી અને કોંગ્રેસના રીટા બહુગુણાને હરાવી જાયન્ટ કિલર બન્યા. એટલું જ નહીં, માયાવતીના પ્રધાનમંડળમાં પણ સ્થાન પામ્યા.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: