26th January selfie contest

‘નેશનલ ક્રશ’ પ્રિયાએ આ રીતે કરી પોતાની ફિલ્મને પ્રમોટ, જુઓ ફોટોઝ

15 Feb, 2018
02:40 PM
PC: india.com

પોતાની આંખ અને આઇબ્રોથી લોકોને પ્રેમમાં પાડી દેનારી પ્રિયા પ્રકાશ વોરિયર આજકાલ પોતાની ફિલ્મ ઓરુ આદર લવના પ્રમોશનમાં વ્યસ્ત છે. રાતારોત સ્ટાર બની ગયેલી આ મલયાલમ એક્ટ્રેસ પોતાના કો-સ્ટાર રોશન અબ્દુલ રહૂફ સાથે ફિલ્મ પ્રમોશન કરી રહી છે.

પ્રિયા પ્રકાશ વારિયર એક મલયાલી એક્ટ્રેસ છે. 18 વર્ષીય પ્રિયા વારિયર કેરળની રહેનારી છે.

પ્રિયાનું તાજેતરમાં જ એક મલયાલી સોંગ 'માનિકા મલયારા પૂવી' રીલિઝ થયું છે.

આ વીડિયોને યૂટ્યૂબ પર અત્યારસુધીમાં 2 કરોડથી વધુ વ્યૂ મળી ગયા છે. પ્રિયા હાલમાં ત્રિશૂલની વિમલા કોલેજથી બી.કોમ કરી રહી છે.

પ્રિયા મલયાલી ફિલ્મ 'ઓરુ અડાર લવ'થી ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ 3 માર્ચ, 2018ના રોજ રીલિઝ થશે. ફિલ્મના ડિરેક્ટર ઉમર લુલુ છે, ફિલ્મમાં શાન રહેમાને મ્યૂઝીક આપ્યું છે.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.