પાટીદાર ફિલ્મ પર પ્રતિબંધ તો 'પદ્માવતી' પર કેમ નહીં ? રાજપૂત પૂછે છે...

14 Nov, 2017
01:31 PM
PC: zoomtv.com
 2005માં "ચાંદ બુઝ ગયા" નામની ફિલ્મ આવેલી જે ગોધરાકાંડ ઉપર હતી એટ્લે ગુજરાત ભાજપ સરકારે  તેનાં પર પ્રતિબંધ મુક્યો હતો. 
 
નર્મદા ડેમના વિસ્થાપિતોના માટે અવાજ ઉઠાવવા બદલ 2006 માં આવેલી આમિર ખાનની "ફના" ફિલ્મ ઉપર ગુજરાત ભાજપ સરકાર દ્રારા પ્રતિબંધ મુકવામાં આવેલો હતો. 
 
ગોધરાકાંડનું વિષયવસ્તુ ધરાવતી 2007 માં આવેલી ફિલ્મ "પરઝાનિયા" નામની ફિલ્મ ઉપર પણ ગુજરાત ભાજપ સરકાર દ્રારા પ્રતિબંધ મુકવામાં આવેલો હતો. 
 
2007માં ગોધરાકાંડ આધારિત ફિલ્મ "ફાઈનલ સોલ્યુશન" ઉપર ગુજરાત ભાજપ દ્રારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 
 
2009માં ગોધરાકાંડ ઉપર બનેલી ફિલ્મ "ફિરાક" ઉપર ગુજરાત ભાજપ સરકાર દ્રારા પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. 
 
2016માં પાટીદાર અનામત આંદોલન આધારિત ફિલ્મ "પાવર ઓફ પાટીદાર" ઉપર પણ ગુજરાત ભાજપ સરકાર દ્રારા પ્રતિબંધ મુકવામાં આવેલો છે. 
 
આ સિવાય 2015માં "ઉડતા પંજાબ" ફિલ્મને પંજાબમાં રિલીઝ થતી રોકવા માટે પણ પંજાબની અકાલી-ભાજપ સરકારે ઘણા જ ધમપછાડા કર્યા હતાં.
 
ટૂંકમાં ભાજપ ઉપર જ્યારે જ્યારે વોટબેન્કનો ખતરો હોય ત્યારે કોઈપણ જાતની લોક-માંગણી વગર જ ગમે તે ફિલ્મ ઉપર પ્રતિબંધ મુકી દેવાનો પણ જ્યારે કોઈ સમાજના સન્માન-સ્વાભિમાનનો પ્રશ્ન હોય, સમાજની લાગણી અને માંગણી હોવાં છતાંય ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવાનો નહીં... ??
 
શું ભાજપ ફિલ્મ "પદ્માવતી" ઉપર પ્રતિબંધ નહીં મુકીને રાજપૂત સમાજ સાથે વોટબેંકની મેલી રમત રમે છે ?
 
આઈ. કે. જાડેજા, ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ જાડેજા જેવા ભજપના રાજપૂત નેતાઓ ક્યાં ખોવાયા છે ? તેમને સંસ્કૃતિને ધર્મ કરતાં પાર્ટી ખૂબ વ્હાલી છે? તો આ ચૂંટણીમાં ઘરનો રસ્તો બતાવીએ એવો સંદેશ રાજપૂત સેનાએ આપ્યો છે. શક્તિશાળી યુવા રાજપૂતોના નેતૃત્વનું નિર્માણ કરવા અપીલ પણ કરાઈ છે. 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: