ફિલ્મ મેકર્સ-કલાકારોએ પણ ખેડુતોની જેમ આત્મહત્યા જ કરવી પડશે

PC: indianexpress.com

બોલિવૂડ ઇન્ડસ્ટ્રી પર હવે રાજકારણનો ઓછાયો વધુ પડી રહ્યો છે. દેશમાં એક પછી એક ફિલ્મોને રિલીઝ કરવા માટે ભારે રાજકારણ રમાઈ રહ્યું છે બોલિવૂડની કર્મશિયલ ફિલ્મોથી લઈ સોશિયલ મુદ્દાઓ પર આધારિત ફિલ્મો સામે પણ વિરોધીઓએ મોરચો ખોલ્યો છે. પહેલીવાર દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પદ્માવતી અને હવે મુઝફ્ફરનગર રમખાણો પર આધારિત ફિલ્મ 'મુઝફ્ફરનગર: ધ બર્નીંગ લવ'ના વિરોધમાં કેટલાક લોકો આવ્યા છે.

ફિલ્મનાં ડિરેક્ટર હરીશ કુમારે વર્ષ 2013માં મુઝફ્ફરનગરના રમખાણો પર ફિલ્મ 'મુઝફ્ફરનગર: ધ બર્નીંગ લવ' બનાવી હતી. આ ફિલ્મ આ વર્ષે 17 નવેમ્બરે રિલીઝ થવાની હતી. પરંતુ ફિલ્મના રિલીઝ પહેલાં જ ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગરમાં કેટલાક અસામાજિક તત્વોએ વિરોધ કર્યો હતો. નિર્દેશક હરીશકુમારે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે, કોમી રમખાણોની વિપરીત અસરને ફિલ્મમાં વણી લેવામાં આવી છે. દિગ્દર્શક પ્રશ્ન પૂછે છે કે જ્યારે સેન્સર બોર્ડે આ ફિલ્મ જોયા પછી પાસ કરી છે તો પછી તેનો વિરોધ કેમ કરવામાં આવે છે?

ફિલ્મ ડિરેક્ટરે જણાવ્યું કે, તે ફિલ્મકારમાં જ કોમી રમખાણોની ખરાબ દશાને બતાવવાની હિંમત હોય છે. આ એક કળા છે અને તેના દ્વારા વિવિધ સમસ્યાઓને ચિત્રિત કરવામાં આવે છે. સેન્સર બોર્ડે ફિલ્મ જોઈ છે અને તેમાં કંઈ ખોટું હોત તો પાસ જ ન કરતે. આ કોણ છે જેઓ ફિલ્મની રીલિઝને રોકી રહ્યા છે. જો એમ જ હોય તો પછી સેન્સર બોર્ડના હોવાનો અર્થ જ શું રહે છે?

તેમણે કહ્યું કે ફિલ્મના રિલીઝ માટે મુઝફ્ફરનગરમાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે. કેટલાક લોકો ફિલ્મોને બાન કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે ફિલ્મના પોસ્ટરો અને સ્ટેન્ડ મોકલવામાં, પરંતુ થિયેટર માલિકોએ તેને લગાડવાનો ઈન્કાર કર્યો. એવું લાગે છે હવે એક દિવસ ખેડુતોની જેમ ફિલ્મનાં કલાકારો અને ફિલ્મ મેકર્સે પણ આત્મહત્યા જ કરવી પડશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp