જંગલમાં મંગલ કરતી નજરે ચઢશે સની

14 Jan, 2018
08:31 AM
PC: fullhdwallpapers.in

સની લિયોની અને પોપ્યુલારીટી એકબીજાના પર્યાય બની ગયા છે. બોલિવુડમાં તેને જોઈએ તેટલી સફળતા નથી મળી રહી પરંતુ તેના માટે એક પછી એક એવન્યુ ખુલતા જાય છે. 'બિગ બોસ' શોથી ટેલીવિઝનમાં કરિયર શરૂ કરનારી સનીએ પછી 'સ્પ્લિટવીલા' શોને પણ હોસ્ટ કર્યો હતો. પરંતુ હવે તે એકલી એક આખા શોનું હોસ્ટીંગ કરવા જઈ રહી છે. 2018માં ડિસ્ક્વરી જીત ચેનલ પર એક સુપરહીટ શો લઈને આવશે.

રિપોર્ટ પ્રમાણે, સની લિયોની 'મેન વર્સીસ વાઈલ્ડ' શોને હોસ્ટ કરતી નજરે ચઢશે. આ આંતરરાષ્ટ્રીય રિયાલીટી શો સર્વાઈવરનું ભારતીય વર્ઝન હશે. સર્વાઈવર સીરિઝમાં કેટલાક કન્ટેસ્ટન્ટ હોય છે, જેને કોઈ આઈલેન્ડ પર છોડી દેવામાં આવે છે અને ત્યાં તેમણે જાતે સર્વાઈવ કરવાનું રહે છે. આવો શો દિલચસ્પ હશે ઉપરાતં સનીની એન્ટ્રીને લઈ પણ શોની ક્યુરિયોસિટી લોકોમાં વધારે જોવા મળશે.

 

One more from this series! #nofilter

A post shared by " target="_blank"> Sunny Leone (@sunnyleone) on

આ શો 2018માં શરૂ થશે. શોમાં યુથ પોપ્યુલેશનને ફોકસ કરીને શરૂ કરવામાં આવી રહ્યો છે. જ્યારે સની સૌ પ્રથમ વખત કોઈ શોને એકલી હોસ્ટ કરવાની છે. આ સિવાય સની સાઉથની એક પીરિયોડીક ફિલ્મમાં પણ કામ કરી રહી છે. 

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.