18 કરોડની ફિલ્મ 2 દિવસમાં કમાણી 31 કરોડ

13 Aug, 2017
07:31 PM

અક્ષય કુમાર અને ભૂમિ પેડનેકર સ્ટારર 'ટોયલેટ એક પ્રેમ કથા'એ માત્ર 2 દિવસમાં જ નફો મેળવવાનું શરૂ કરી દીધું છે. આ ફિલ્મ માત્ર 18 કરોડમાં તૈયાર થઈ છે અને તેણે 2 દિવસમાં જ લગભગ 31 કરોડની કમાણી કરી નફો મેળવવાનું શરૂ કરી દીધું છે. સ્વચ્છ ભારત પર આધારિત આ ફિલ્મને ઘણાં રાજ્યોમાં ટેક્સ ફ્રી જાહેર કરવામાં આવ્યું છે. ફિલ્મ દર્શકોને આકર્ષવામાં સફળ થઈ છે અને 3 દિવસમાં તે 50 કરોડનો આંકડો વટાવે એવી આશા છે.

Leave a Comment: