પ્રભાસ કેમ નથી કરવા માગતો 'બાહુબલી' જેવી ફિલ્મ

PC: facebook.com/pg/ActorPrabhas

ભારતીય સિનેમામાં 'બાહુબલી' અત્યાર સુધીની સૌથી મોટી ફિલ્મ સાબિત થઈ છે. આ માત્ર થઈ શક્યું છે 'બાહુબલી' બનેલા હીરો પ્રભાસની મહેનતને લીધે. પ્રભાસે આ ફિલ્મ માટે પોતાના 5 વર્ષ આપ્યા હતા. પરંતુ હાલમાં જ પ્રભાસે આ ફિલ્મને લઈને એક મોટું નિવેદન આપ્યું છે.

પ્રભાવે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે, 'ફિલ્મ ઘણી સારી હતી પરંતુ હવે આવી ફિલ્મ હું ફરીથી કરીશ નહીં. આ મારા કરિયાર માટે સારી નથી. આ ફિલ્મ મારા કરિયર માટેનું સૌથી મોટું રીસ્ક હતું કારણ કે તે માટે મેં મારા 5 વર્ષ આપ્યા હતા.'

તેણે કહ્યું હતું કે, 'એક્ટર્સની પાસે પોતાની જાતને સાબિત કરવા માટે ઘણો ઓછો સમય હોય છે. મને નથી લાગતું કે મને આ ફિલ્મ માટે પાંચ વર્ષ આપવા જોઈતા હતા. આટલા સમયમાં હું ઘણા બીજા પ્રોજેક્ટ્સ પણ શક્યો હોત.' બાહુબલી જેવો પ્રોજેક્ટ કોઈ એક્ટરના કરિયર માટે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. 38 વર્ષનો પ્રભાસ હવે પોતાની કરિયરને આગળ વધારવા માગે છે. તે નથી ચાહતો કે હવે કોઈ ફિલ્મને તે આટલો બધો સમય આપે. તેથી હવે તે આવી ફિલ્મો કરવા માગતો નથી.

એમએસ રાજામૌલીની આ ફિલ્મે રેકોર્ડતોડ કમાણી કરી હતી. ફિલ્મે દુનિયાભરમાં 600 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પ્રભાસના મોટાભાગના પ્રોજેક્ટ યુનિવર્સલ હોય છે. આ અંગે પ્રભાસે કહ્યું હતું કે, 'હું એવી ફિલ્મો કરવા માગુ છું જેની ઓડિયન્સ આખી દુનિયામાં હોય. મને બોલિવુડમાં કામ કરવાની ખુશી થશે. હું આખી દુનિયામાં કામ કરવા માગુ છું. ત્યાં સુધી કે પંજાબી ફિલ્મો પણ મને કરવી ગમશે. જો સ્ક્રીપ્ટ સારી હશે તો હું કોઈ પણ ફિલ્મ કરવા તૈયાર છું.' હાલમાં પ્રભાસ તેની આગામી ફિલ્મ 'શાહો'ના શુટીંગમાં વ્યસ્ત છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp