પ્રિયંકા ચોપરાએ શા માટે 10-10 ફિલ્મોથી હાથ ધોવા પડ્યા હતા?

14 Nov, 2017
02:30 AM
PC: YouTube

પ્રિયંકા ચોપરાની ગણના આજે બૉલીવુડ નહી પરંતુ ગ્લોબલ આઇકોન તરીકે થાય છે. સેંકડો બૉલિવૂડ ફિલ્મો પછી હોલિવૂડમાં તેની ખાસ ઓળખ બની છે. બોલિવૂડથી હોલિવૂડ સુધીની પ્રિયંકા ચોપરાની આ સફર જરાય આસાન ન હતી. મિસ વર્લ્ડનું ખિતાબ જીત્યા પછી જ્યારે પ્રિયંકાએ ફિલ્મોમાં એન્ટ્રી કરી ત્યારે કેટલાક પ્રોડ્યુસર્સે તેની પાસેથી અજુગતી માંગ કરી હતી, જેને કબૂલ કરવું તેમના માટે શક્ય ન હતું. પરિણામે પ્રિયંકાએ ઘણી ફિલ્મોથી હાથ ધોવા પડ્યા હતા. આ અંગેનો ખુલાસો તાજેતરમાં તેની માતા મધુ ચોપરાએ કર્યો છે.

એક ન્યૂઝ પેપરને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ આ બાબતનો ખુલાસા કર્યો હતો કે કેરિયરના પ્રારંભિક તબક્કામાં જ પ્રિયંકાના હાથથી 10 ફિલ્મો નીકળી ગઈ હતી. પ્રોડયુસરે તેને ભડકાઉ કપડાં પહેરવા દબાણ કરી રહ્યા હતા પણ પ્રિયંકા આ માટે તૈયાર ન હતી.

આ ઇન્ટરવ્યૂમાં મધુ ચોપરાએ જણાવ્યું કે, "એક ડિઝાઇનર દ્વારા પ્રિયંકાને કહ્યું હતું કે ડિરેક્ટર ઇચ્છે છે કે તે ફિલ્મમાં નાના અને ભડકાવનાર કપડાં પહેરે. ડિરેક્ટરે કહ્યું હતું કે, જેમ કે મિસ વર્લ્ડને ફિલ્મમાં લેવાનો ફાયદો ત્યારે જ છે કે તે ફિલ્મના પડદે ઓન કેમેરા ખૂબસુરત દેખાય અને આના માટે તેણીએ ભડકાઉ કપડા પહેરવા જરૂરી છે. પ્રિયંકાએ શરૂઆતમાં આવી ઓફર નકારી કાઢી હતી. "મધુ કહે છે, પ્રિયંકાએ આ ફિલ્મમાં કામ કરવાનો ઇનકાર કર્યો હતો, જેના નુકશાનને પ્રિયંકાને આજેય દુખ છે. હકીકતમાં  પ્રિયંકાને આ વાત કહેનાર ડિરેક્ટર ઇન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર હતા તેથી પ્રિયંકાને 10 મેગા બૉલીવુડ પ્રોજેક્ટ્સમાંથી કાઢી મુકવામાં આવી હતી પરંતુ પ્રિયંકાએ આ બાબતની ચિંતા નથી.

દેશ અને દુનિયાના સમાચારથી માહિતગાર થવા તેમજ દરેક અપડેટ સમયસર મેળવવા ડાઉનલોડ કરો Khabarchhe.com એપ અને ફોલો કરો Khabarchhe.com ને સોશિયલ મીડિયા પર.

Leave a Comment: