અમદાવાદમાં 2000 કરોડનો ટેક્સ કોનો બાકી છે?

PC: ahmedabadsale.com

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અમદાવાદની કેટલીક સંસ્થાઓ અને ઓફિસરો પાસેથી 2000 કરોડ રૂપિયા લેવાના થાય છે. કોર્પોરેશને આ સંસ્થાઓ પાસેથી સમયસર ટેક્સની વસૂલાત કરી નથી. આ કેસ મોટા ગજાના સંસ્થાદારોના છે પરંતુ નાના વેપારીઓ ઉપર કોર્પોરેશન તવાઇ લાવે છે અને આ મોટા કેસો છટકી જાય છે.

કોર્પોરેશનના અધિકારીઓ અને આ મોટા વેપારીઓના મેળાપીપણામાં આ જંગી રકમની વસૂલાત થતી નથી. જેવી રીતે સરકારી અને પ્રાઇવેટ બેન્કો ઉદ્યોગ જૂથોના અબજો રૂપિયાના બાકી લેણાં વસૂલતી નથી અને નાના લોનધારકો બે હપ્તા ન ભરે તો ખાતુ એનપીએ માં લઇ જવાની ધમકીઓ આપે છે.

અમદાવાદમાં કેટલીક ઓફિસોના ટેક્સ બાકી છે. બીજા વેપારીઓના પણ કરોડો રૂપિયાના ટેક્સની રકમ વર્ષોવર્ષ બાકી રહેતી હોય છે. કોર્પોરેશન નોટીસો આપે છે પરંતુ ટેક્સ વસૂલ કરવાની કાર્યવાહી કરતી નથી.

અમદાવાદ મ્યુનિસપલ કોર્પોરેશનના આ છે મોટા બાકીદારો...

  1. એએમસીની પૂર્વ ઝોન ઓફિસનું રૂપિયા 9 લાખ 72 હજાર બાકી છે.
  2. મેમ્કો કૈલાસ એસ્ટેટે 10 લાખ ટેક્સ ચૂકવ્યો નથી.
  3. જીઆઈડીસી નરોડા BSNL ઓફિસનો 9 લાખ 74 હજાર ટેક્સ બાકી છે.
  4. અમદાવાદ ડીઆરએમ ઓફિસે 9 લાખ 47 હજાર ટેક્સ ભર્યો નથી.
  5. એસ્ટેટ ઓફિસર હુડકો સ્કિમ ઓફિસનો 7 લાખ 11 હજાર ટેક્સ પેન્ડીંગ છે.
  6. ડિવાઇન લાઇફ ઇન્ટરનેશનલ સ્કૂલ નવા નરોડાના 7 લાખ બાકી છે.
  7. વસ્રાપુર ટેલિફોન ઓફિસનો 10 લાખનો ટેક્સ બાકી છે.
  8. PWD ઓફિસના 41 લાખ રૂપિયાના ટેક્સ બાકી બોલે છે.
  9. એએમસીની ઓફિસનો 4 લાખ 15 હજાર ટેક્સ બાકી છે.
  10. ઠક્કરબાપાનગર પોસ્ટ ઓફિસનો 4 લાખ ટેક્સ બાકી છે.
  11. બીજા કેસોમાં 50 હજાર થી લઇ 10 લાખ રૂપિયાનો ટેક્સ બાકી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp