એક વર્ષમાં 38 થી 51 ટકાનું વળતર આપનારા આ 5 ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ વિશે જાણો

PC: finology.in

ડિવિડન્ડ યીલ્ડ ફંડ્સ સામાન્ય રીતે બીજા ઇક્વિટી ફંડ્સ જે રીતે શેરોમાં રૂપિયાનું રોકાણ કરે છે તેમની સરખામણીએ શેરોમાં ઓછું ધ્યાન કેન્દ્રિત કરતી હોય છે. ડિવિડન્ય યીલ્ડ ફંડસમાં વધારે મોટું વળતર નથી મળતું, પરંતુ બજારના કોઇ પણ કડાકા સામે તે સુરક્ષા પ્રદાન કરે છે. આ ફંડ્સ એવી કંપનીઓમાં જ રોકાણ કરે છે જે કંપની સારુ ડિવિડન્ડ જાહેર કરતી હોય. તેઓ મોટા ભાગે ટેકનોલોજી, એફએમસીજી, ફાયનાન્શીઅલ સર્વિસીઝ અને હેલ્થ કેર સ્ટોકસમાં રોકાણ કરતી હોય છે. છેલ્લાં 1 વર્ષમાં ડિવિડન્ટ યીલ્ડ ફંડોએ તમામ બીજા લોકપ્રિય ડાયવર્સિફાઇડ ઇક્વિટી સ્કીમોમાં શ્રેષ્ઠ રિટર્ન આપ્યું છે.

અહીં એવા 5 ડિવિડન્ટ યીલ્ડ ફંડો જેમણે  38 થી 51 ટકા સુધીનું વળતર આપ્યું છે.

ICICI Prudential Dividend Yield Equity Fund- આ ફંડે છેલ્લાં 1 વર્ષમાં 51.4 ટકાથી વધારે રિટર્ન આપ્યું છે. તેનો 77 ટકાથી વધારે પોર્ટફોલિયો લાર્જકેપ શેરોમાં છે. આ ફંડ 543 કરોડ રૂપિયાનું ફંડ મેનેજ કરે છે.

Templeton India Equity Income Fund  - આ ફંડે 1 વર્ષમાં 46 ટકા કરતા વધારે રિટર્ન આપ્યું છે. આ ફંડ 15  વર્ષ કરતા વધારે સમયથી બજારમાં છે. સ્થાનિક સ્ટોકસ ઉપરાંત આ ફંડ રિઅલ એસ્ટેટ ઇન્વેસ્ટમન્ટ ટ્રસ્ટ અને વિદેશી શેરોમાં પણ  રોકાણ  કરે છે.  1189 કરોડ રૂપિયાનું ફંડ મેનેજ કરે છે.

HDFC Dividend Yields Fund- આ ફંડ હજુ 1 વર્ષ પહેલાં જ આવ્યું છે. છતા 1 વર્ષમાં 41. 8 ટકા વળતર આપ્યું છે. આ ફંડ 2757 કરોડ રૂપિયાનું ફંડ મેનેજ કરે છે.

UTI Dividend Yield Fund- આ ફંડ 16 વર્ષથી બજારમાં છે. છેલ્લાં 1 વર્ષમાં 39. 4 ટકા રિટર્ન આપ્યું છે. આ ફંડ 3021 કરોડનું ફંડ મેનેજ કરે છે.

Aditya Birla Sun Life Dividend Yield Fund- આ ફંડે છેલ્લાં 1 વર્ષમાં 38.8 ટકા રિટર્ન આપ્યું છે. તેનો 18 વર્ષનો ટ્રેક રેકર્ડ છે. આ ફંડ રૂપિયા 832  કરોડનું ફંડ મેનેજ કરે છે.

નોંધ- માત્ર માહિતી આપવા ખાતર આ ન્યૂઝ લખવામાં આવ્યા છે. રોકાણ કરતી વખતે  તમારા સલાહકારની સલાહ મુજબ જ રોકાણ કરવું જોઇએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp