અદાણી ગ્રુપને 1000 કરોડનો બંગલો 400 કરોડમાં મળી ગયો

PC: youtube.com

દિલ્હીના અતિશય પોશ વિસ્તાર લુટિયન્સમાં આવેલો રૂ. 1000 કરોડનો બંગલો માત્ર રૂ.400 કરોડમાં દેશના જાણીતા ઉદ્યોગ ગ્રુપ અદાણીને સસ્તામાં મળી ગયો છે. 3.4 એકરમાં પથરાયેલા આ બંગલાનો બિલ્ડઅપ એરિયા 25 હજાર સ્ક્વેર ફૂટનો છે. આ બંગલામાં કુલ 7 બેડરૂમ, 6 ડાયનિંગ રૂમ, એક સ્ટડી રૂમ અને સ્ટાફ ક્વાર્ટર બનાવેલા છે. જે 7 હજાર સ્ક્વેર ફૂટમાં છે. દિલ્હીના ભગવાનદાસ રોડ પર આવેલો આ બે માળનો બંગલો પહેલા દેશના અન્ય જાણીતા ઉદ્યોગપતિ નારાયણમૂર્તિ ખરીદવાના હતા.

રિપોર્ટ અનુસાર બંગલાનો માલિકી હક અગાઉ આદિત્ય એસ્ટેટ પાસે હતો. જેની સામે નાદારીમાં અદાઈ ગ્રુપની બોલી મંજૂર થઈ ગઈ હતી. ઈન્ફોસીસના કો-ફાઉન્ડરને પણ આ બંગલામાં રસ પડ્યો હતો. થોડા વર્ષો પહેલા આદિત્ય એસ્ટેટે આ બંગલાની કિંમત રૂ.1000 કરોડ ગણી રાખી હતી. તા.14મી ફેબ્રુઆરીએ અદાણી પ્રોપર્ટી પ્રા.લી.ના પ્રસ્તાવને નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે પરવાનગી પણ આપી દીધી છે. જ્યારે આ બોલી કરવામાં આવી ત્યારે આદિત્ય એસ્ટેટના 93 ટકા લેણદારો પણ અદાણીની તરફેણમાં હતા. દસ્તાવેજ અનુસાર નાદારીની પ્રક્રિયામાં બંગલાનો નવો ભાવ રૂ.265 કરોડ ગણવામાં આવ્યો હતો.

હવે આ બંગલા માટે અદાણી ગ્રુપે રૂ.5 કરોડની ગેરેન્ટી અને 135 કરોડ રૂપિયા કન્વર્ઝેશન ચાર્જ ચૂકવવો પડશે. આ બંગલો બ્રિટિશકાળથી અસ્તિત્વ ધરાવે છે. યુનાઈટેડ પ્રોવિન્સેજ લેજિસ્ટલેટિવ કાઉન્સિલના સભ્ય લાલા સુબીર સિન્હાએ વર્ષ 1921માં આ બંગલો ખરીદ્યો હતો. વિદેશના કેટલાક વિભાગો પણ આ બંગલામાં ચાલતા હતા. સ્ટાફ માટેની પણ અહીં સારી એવી વ્યવસ્થા છે. આદિત્ય એસ્ટેટે વર્ષ 1985માં આ બંગલો ખરીદ્યો હતો. ધીરાણની રિકવરી માટે યુકેની ICICI બેન્કે તા.26 ફેબ્રુઆરીના રોજ આદિત્ય એસ્ટેટની સામે એક અરજી કરી હતી. ગૌતમ અદાણી સિવાય હેવેલ્સ ઈન્ડિયાના ચેરમેન અનિલરાય ગુપ્તા, વીણા ઈન્વેસ્ટમેન્ટ અને ડાલમિયા સિમેન્ટ કંપની જેવા મોટા કદના ઉદ્યોગપતિઓએ પણ બંગલા માટે બોલી લગાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp