તહેવારમાં બાઈક ખરીદવા માગતા લોકોને આંચકો, Heroની બાઇકમાં ઝીંકાયો ભાવ વધારો

PC: heromotocorp.com

તહેવારોની મોસમમાં બાઇક લેવાનું પ્લાન કરી રહેલા લોકોને આંચકો લાગ્યો છે. ભારતની સૌથી મોટી ટુ-વ્હીલર બનાવતી કંપની હીરો મોટોકોર્પ દ્વારા પોતાની બાઇકની કિંમતમાં વધારો કરવાની જાહેરાત કરવામાં આવી છે અને આ નવી કિંમતો 22મી સપ્ટેમ્બરથી લાગુ પણ કરી દેવામાં આવી છે. મહત્વનું છે કે કંપની દ્વારા ચાલુ વર્ષ 2022માં બે વખત બાઇકની કિંમતમાં વધારો કરી બાઈક મોંઘી કરાઇ છે. બાઇકના ઉત્પાદનના સાધનોની વધતી કિંમતને કારણે આ ભાવ વધારો કરવામાં આવ્યો હોવાનું કંપનીએ જણાવ્યું હતું.

કેટલો ભાવ વધારો કારાયો

હીરો મોટોકોર્પ કંપની દ્વારા એક નિવેદનમાં જણાવાયા અનુસાર કંપની દ્વારા મોટરસાઈકલ અને સ્કૂટરની કિંમતોમાં વધારો કરાયો છે. વધુમાં મહત્તમ કિંમતમાં 1000 રૂપિયાનો વધારો કરાયો છે. જે બજારમાં વિવિધ મોડેલોને અનુરૂપ અલગ અલગ ભાવ વધારો કરાયો છે. નવા ભાવને સીધા જ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે. મોંઘવારીની વધતી અસરને લઈને કિંમતોમાં વધારો કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હોવાની કંપની દ્વારા માહિતી અપાઈ હતી.

ઇલેક્ટ્રિક સ્કૂટર લોન્ચ કરવામાં આવશે

વધુમાં આપને જણાવી દઈએ કે જો તમે નવું ઈલેક્ટ્રિક સ્કૂટર ખરીદવાનું વિચારી રહ્યા છો તો ટુ વ્હીલર કંપની હીરો મોટોકોર્પ ઈલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં આવી રહી છે. આ કંપની દ્વારા ગ્રાહકો માટે આવતા મહિને પોતાનું પહેલું EV (ઇલેક્ટ્રિક સ્કૂટર) લોન્ચ કરવામાં આવશે. જે મોડેલને આવતા મહિને 7 ઓક્ટોબરે લૉન્ચ કરી દેવામાં આવશે.

અગાઉ કર્યું હતું વિડા સબ બ્રાન્ડનું ટ્રેડમાર્ક

વધુમાં આ અંગે કોઈ વધારે માહિતી કંપની દ્વારા પ્રસાર-પ્રચાર કારાઈ નથી. પરંતુ તમને જણાવી દઈએ કે 10મી એનિવર્સરીના સ્પેશિયલ પ્રસંગે કંપની દ્વારા સ્કૂટરની એક ઝલક બતાવી દેવામાં આવશે.ઉલ્લેખનીય છે કે હીરો મોટરકોર્પે થોડા સમય અગાઉ તેની વિડા સબ બ્રાન્ડનું ટ્રેડમાર્ક કર્યું હતું જે બ્રાન્ડનું ઇલેક્ટ્રિક સેગમેન્ટ પર સંપૂર્ણ ફોકસ રહેશે. થોડા સમય પહેલા જ કંપની દ્વારા વિડા ઇવી,વિડા મોટોરકોપ, વિડા ઇલેક્ટ્રિક, વિડા મોટરસાઇકલ અને વિડા સ્કુટર્સ માટે પેટન્ટને ફાઇલ કરી હતી.

 

ઇલેક્ટ્રિક સ્કૂટરની કિંમત હોઈ શકે છે 1થી 1.5 લાખ સુધીની

સામે આવેલ રિપોર્ટ્સ મુજબ, Heroના નવા ઇલેક્ટ્રિક સ્કૂટરના આગળ 12 ઇંચના અને પાછળના ભાગમાં 10 ઇંચ એલોય વ્હીલ્સ મળી શકે છે. વધુમાં ફૂલ ચાર્જમાં સ્કૂટર કેટલે સુધી ચાલી શકે છે તે બાબતે કંપની દ્વારા ટૂંક સમયમાં માહિતી આપવામાં આવી શકે છે. મીડિયા રિપોર્ટ્સની માહિતી મુજબ 1થી 1.5 લાખ સુધીની આ નવા સ્કુટરની કિંમત હોઈ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp