શું અદાણી રાજ્યસભા સાંસદ બનશે, જાણો અદાણી ગ્રુપે શું કહ્યું

PC: scmp.com

ગૌતમ અદાણી અથવા તેમના પત્ની ડો. પ્રીતિ અદાણી રાજ્યસભાના સાંસદ બની શકે છે એવા એક અહેવાલ પર અદાણી ગ્રુપે પૂર્ણવિરામ મુકી દીધું છે. કંપનીએ સ્પષ્ટતા કરી છે કે અદાણી પરિવારમાંથી કોઇને પણ રાજકારણમાં જોડાવવામાં રસ નથી.

છેલ્લા કેટલાક દિવસોથી પ્રખ્યાત ઉદ્યોગપતિ અને વિશ્વના ટોચના ધનિકોમાંના એક ગૌતમ અદાણીના પરિવાર વિશેના એક સમાચાર ચર્ચાનો વિષય બન્યા હતા. એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે ગૌતમ અદાણી અથવા તેમના પત્ની ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભાના સાંસદ બનાવવામાં આવી શકે છે. હવે અદાણી ગ્રુપે આ દાવા પર સ્પષ્ટતા રજૂ કરી છે

જૂથે કહ્યું કે અદાણી પરિવારના કોઈપણ સભ્યને રાજકારણમાં કોઈ રસ નથી. તેના સ્પષ્ટીકરણમાં, અદાણી જૂથે કહ્યું છે કે જૂથ ગૌતમ અદાણી અને ડૉ. પ્રીતિ અદાણીને રાજ્યસભામાં મોકલવાના અહેવાલોથી વાકેફ છે.

મીડિયા રિપોર્ટ્સ દ્વારા, અન્ય લોકો તેમના હિત માટે અમારું નામ બદનામ કરી રહ્યા છે. ગૌતમ અદાણી, ડો. પ્રીતિ અદાણી અને અદાણી પરિવારનો કોઈ પણ સભ્ય કોઈપણ રાજકીય પક્ષમાં જોડાવા જઈ રહ્યો નથી. આ અહેવાલ સંપૂર્ણપણે ખોટા છે.

 ગૌતમઅદાણીએ માત્ર 5 લાખ રૂપિયાની કંપની સાથે બિઝનેસ શરૂ કર્યો અને ધીમે ધીમે એક વિશાળ સામ્રાજ્ય ઊભું કર્યું. અદાણી ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણીની આ અજોડ સફળતા પાછળ તેમની મહેનત, ચતુરાઈ, કૌશલ્ય, નેટવર્કિંગ જેવા ગુણો છે. ગૌતમ અદાણી, જેઓ પોતાનું કોલેજનું શિક્ષણ પણ પૂરું કરી શક્યા ન હતા, તેમની કહાણી હીરાના વ્યવસાયથી શરૂ થાય છે. તેઓ 16 વર્ષની ઉંમરે મુંબઈ આવ્યા અને હીરાનો વ્યવસાય શીખવાનું શરૂ કર્યું.

બાદમાં તેઓ 1981માં ગુજરાત પરત આવ્યા અને તેમના ભાઈની પ્લાસ્ટિક ફેક્ટરીમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અદાણીએ 1988માં બિઝનેસ જગતમાં તેમનું પહેલું મોટું પગલું ભર્યું, જ્યારે તેમની પ્રથમ કંપની અદાણી એક્સપોર્ટ્સ શરૂ થઈ. માત્ર 5 લાખ રૂપિયાની મૂડીથી શરૂ થયેલી આ કંપની પાછળથી અદાણી એન્ટરપ્રાઈઝ બની ગઈ. અદાણી ગ્રૂપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડને 1994માં શેરબજારમાં પ્રવેશ કરવાથી બૂસ્ટ મળ્યું હતુ.

1991માં જ્યારે તત્કાલિન નાણાપ્રધાન મનમોહન સિંહે ભારતમાં આર્થિક ઉદારીકરણનો માર્ગ મોકળો કર્યો, ત્યારે તેનાથી દેશના વેપાર જગતમાં મોટા પાયે પરિવર્તન આવ્યું. આ પછી ઘણા નવા બિઝનેસ હાઉસને આગળ વધવાની તક મળી. આ ફેરફારથી માત્ર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને જ ફાયદો થયો નથી, પરંતુ અદાણી પરિવારને બહુરાષ્ટ્રીય અને વૈવિધ્યસભર બિઝનેસ બનાવવા માટે પણ મદદ મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp