નોકરી છોડીને યુવાને 5 લાખથી ધંધો શરૂ કર્યો અને બનાવી દીધી 1000 કરોડની કંપની

PC: x.com

દિલ્હીનો એક છોકરો IIT બોમ્બેમાં ભણ્યો અને ગ્રેજ્યુએશન પુરુ થાય તે પહેલાં જ એને કેમ્પસ ઇન્ટરવ્યૂમાં ઉંચા પેકેજ સાથેની નોકરી મળી ગઇ, પરંતુ અંદરથી બિઝનેસ કરવાનો ધમધમાટ હતો એટલે યુવાને નોકરી છોડી દીધી અને મિત્રો પાસેથી 5 લાખ રૂપિયા ઉછીના લઇને પોતાનો બિઝનેસ શરૂ કર્યો, 10 વર્ષની અંદર 1000 કરોડની કંપની બનાવી દીધી.

નીતિન શેઠ દિલ્હીનો છે અને મધ્યમ વર્ગ પરિવારમાંથી આવે છે, તેણે મોટા પેકેજની નોકરી છોડીને  SMS મેજીક નામથી સ્ટાર્ટઅપ શરૂ કર્યું અને તેની કંપની અમેરિકા, યુકે, ઓસ્ટ્રેલિયામાં જાણીતી બની ગઇ છે. SMS મેઝીકની સાથે નીતિને કન્વર્સિવ નામની પોતાની એક બ્રાન્ડ બનાવી જે ડોકટર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને નાણાસંસ્થાઓને કામની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp