RBIએ 2000 રૂપિયાની નોટ બંધ કરવાની જાહેરાત કરતા જ Zomatoનો ખેલ થઈ ગયો, 72%...

PC: twitter.com/zomato

જ્યારથી દેશમાં 2000 રૂપિયાની નોટ પરત લેવાનો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ નિર્ણય લીધો છે. બજારમાં તેને લઈને ખૂબ હલચલ મચી ગઈ છે. જેની પાસે પણ 2000 રૂપિયાની નોટ પડી છે, તે તેને વહેલી તકે ખર્ચ કરવાનો પ્રયાસ કરવામાં લાગ્યું છે. આ વાતનો સૌથી મોટો પુરાવો Zomatoના હાથે લાગ્યો છે. સોમવારે Zomatoએ ટ્વીટ કરીને જણાવ્યું કે, શુક્રવાર બાદ જેટલા પણ ફૂડ ઓર્ડર મળ્યા છે, તેમાંથી જે પણ કેશ ઓન ડિલિવરી હતા, તેના માટે ગ્રાહકોએ 2000 રૂપિયાની નોટ આપી અને તેનો આંકડો ટોટલ ઓર્ડરનો 72 ટકા જતો રહ્યો.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના નિર્દેશો હેઠળ 23 મે એટલે કે આજથી આખા દેશની બેન્કોમાં 2 હજાર રૂપિયાની નોટ બદલીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન રિઝર્વ બેંકે સ્પષ્ટ કરી દીધું છે કે 2000 રૂપિયાની નોટો બદલાવ માટે કોઈ ફોર્મ કે ID પ્રૂફની જરૂરિયાત નહીં હોય. એક વખતમાં તમે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો. સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા હતા કે, ચલણથી બહાર કરવામાં આવેલી નોટોને બદલાવ માટે ID પ્રૂફની જરૂરિયાત હશે.

તો તેના પર શુક્રવારે SBIએ કહ્યું હતું કે, 2 હજાર રૂપિયાની નોટ બદલાવવા માટે કોઈ પણ વ્યક્તિએ પોતાનું ID પ્રૂફ આપવું નહીં પડે અને ન તો કોઈ ફોર્મ ભરવાનું છે. 20,000 રૂપિયા સુધીની 2000ની નોટ સરળતાથી એક વખતમાં એક્સચેન્જ કરાવી શકાશે. 23 મેથી 30 સપ્ટેમ્બર વચ્ચે કોઈ પણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ હોય તે તેને અન્ય કિંમતની નોટોથી બદલાવી શકાય છે. આ પ્રકારે બેંક અકાઉન્ટમાં પણ 2000 રૂપિયાની નોટ જમા કરવા માટે કોઈ પણ વધારાનું ફોર્મ ભરવાની જરૂરિયાત નથી.

RBIએ FAQ જાહેર કર્યું છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે, ચલણથી બહાર કરવામાં આવી રહેલી 2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા 23 મે 2023થી શરૂ થઈ જશે અને 30 સપ્ટેમ્બર સુધી તેને બદલી શકાશે. જો તમારી પાસે પણ આ નોટ છે તો ગભરાવાની જરૂરિયાત નથી, પરંતુ તમે તેને સરળતાથી ચેન્જ કરાવી શકો છો. તમારે પોતાની નજીકની બ્રાન્ચમાં જવું પડશે જ્યાં સરળતાથી નોટ બદલી શકશે. આ વખતે નોટ બદલવાની પ્રક્રિયા બરાબર એવી જ છે જેમ વર્ષ 2016માં પહેલી નોટબંદીના સમયે હતી. જ્યારે 500 અને 1000 રૂપિયાની મોટી નોટોને સર્ક્યૂલેશનથી બહાર કરવામાં આવી હતી. મતલબ RBIએ નોટ બદલાવવા માટે એક લિમિટ સેટ કરી દીધી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp