નવા વર્ષમાં રોકાણનો પહેલો અવસર, આવતા અઠવાડિએ ખૂલશે આ કંપનીનો IPO

PC: indianexpress.com

વર્ષ 2022 પણ IPOના હિસાબે ગત વર્ષની જેમ જબરદસ્ત રહેવાનું છે. શેર બજારના ઇન્વેસ્ટર્સ માટે નવા વર્ષના પહેલા રોકાણનો અવસર આવી ગયો છે. આગામી અઠવાડિયે AGS ટ્રાન્ઝેક્ટ ટેકનોલોજીસનો IPO ખૂલવા જઈ રહ્યો છે, ચાલો તો જોઈએ તેની સાથે જોડાયેલી જાણકારી.

આ તારીખે ખુલશે AGS Transact IPO:

AGS ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીનો IPO 19 જાન્યુઆરીએ ખૂલીને 21 જાન્યુઆરી સુધીમાં બંધ થઈ જશે. કંપનીએ તેના માટે પ્રતિ શેર પ્રાઇઝ બેન્ડ 166-175 રૂપિયા નક્કી કર્યા છે. તો એક લોટની સાઇઝ 85 શેર હશે. મતલબ કે IPOમાં રોકાણ માટે ઇવેસ્ટર્સે ઓછામાં ઓછા 14,875 રૂપિયા ખર્ચ કરવા પડશે. તો SEBIના નિયમો મુજબ એક રિટેઇલ રોકાણકાર કોઈ IPOમાં મહત્તમ 2 લાખ રૂપિયા સુધી રોકાણ કરી શકે છે. આ હિસાબે એક રિટેઇલ રોકાણકાર કુલ 13 લોટ માટે પોતાનો બિડ જમા કરી શકે છે.

પેમેન્ટ સોલ્યૂશન આપે છે AGS Transact:

AGS Transact દેશની મુખ્ય પેમેન્ટ સોલ્યૂશન કંપની છે. એ સિવાય તે શ્રીલંકા, કમ્બોડિયા, સિંગાપુર, ઈન્ડોનેશિયા અને ફિલિપાઇન્સ જેવા માર્કેટમાં પણ ઓપરેટ કરે છે. કંપની કેટલીક બેંકોને ATM સાથે જોડાયેલી સર્વિસ આપે છે. તો પેટ્રોલપંપ પર POS ટર્મિનલ લગાવનારા દેશની સૌથી મોટી કંપની છે.

આટલા કરોડનો છે IPO:

IPOમાં કંપનીના પ્રમોટર રવિ. બી. ગોયલ પોતાની પાર્ટનરશિપ ઓછી કરશે અને શેરોને, ઓફર ફોર સેલ (OFS) માટે રાખશે. આ IPOથી કંપની કુલ 680 કરોડ રૂપિયા ભેગા કરશે. રિટેલ રોકાણકારો માટે IPOનો 35 ટકા હિસ્સો રાખવામાં આવ્યો છે. કંપની પાસે કુલ 2,21,066 મર્ચન્ટ POS, 17924 પેટ્રોલપંપ પર POS, 72 હજાર ATM અને CRMનું નેટવર્ક છે. કંપનીના સૌથી મોટા ગ્રાહકોમાં ICICI Bank, Axis Bank અને HDFC બેંક સામેલ છે.

કંપની સાથે જોડાયેલી ડિટેલ:

AGS Transact ટેક્નોલોજીમાં ઇન્ટિગ્રેટેડ ઓમની-ચેનલ પેમેન્ટ સોલ્યૂશન્સ પ્રોવાઇડર છે કે બેંકો અને કોર્પોરેટને ડિજિટલ અને કેશ સાથે જોડાયેલી સેવાઓ ઉપલબ્ધ કરાવે છે.

તે ATM અને કેશ રિસાઈકલ મશીન (CRM) આઉટસોર્સિંગ અને કેશ મેનેજમેન્ટ જેવી કસ્ટમાઇઝ્ડ પ્રોડક્ટ્સ અને સર્વિસી ઉપલબ્ધ કરાવે છે.

એ સિવાય આ મર્ચન્ટ સોલ્યૂશન્સ, ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ સર્વિસિસ અને મોબાઈલ વોલેટ્સ જેવી ડિજિટલ પેમેન્ટ સોલ્યૂશન્સ પણ ઉપલબ્ધ કરાવે છે.

માર્ચ 2021 સુધી કંપનીએ દેશમાં 2,07,335 પેમેન્ટ ટર્મિનલ સ્થાપિત કર્યા.

ICICI સિક્યોરિટીઝ, HDFC બેંક અને JM ફાઇનાન્શિયલ ઈશ્યૂની લીડ મેનેજર છે. કંપનીના ઇક્વિટી શેર BSE અને NSE પર લિસ્ટ થશે.

આ પહેલી વખત નથી કે જ્યારે AGS Transact ટેક્નોલોજીએ IPO લાવવાનો પ્રયત્ન કર્યો હોય. આ પહેલા વર્ષ 2018મા કંપનીએ SEBI પાસે IPO દ્વારા 1000 કરોડ રૂપિયા ભેગા કરવા માટે પેપર દાખલ કર્યા હતા અને આ પ્રસ્તાવને SEBIની મંજૂરી પણ મળી ગઈ હતી. જોકે એ છતા AGS Transact ટેક્નોલોજીએ IPO લીધો નહોતો. કંપની વર્ષ 2015મા પણ IPO દ્વારા 1350 કરોડ રૂપિયા ભેગા કરવા માટે ડ્રાફ્ટ પેપર લીધા હતા. વર્ષ 2010મા પણ કંપનીએ SEBI પાસે  પેપર જમા કરાવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp