એશિયાનું સૌથી મોંઘું અપાર્ટમેન્ટ જેની કિંમતમાં 30 લાખના 2040 ફ્લેટ આવી જાય

PC: bloomberg.com

શું તમને ખબર છે કે એશિયાનું સૌથી મોંઘું અપાર્ટમેન્ટ ક્યાં છે? જો નથી ખબર તો આ સવાલનો જવાબ છે હોંગકોંગ. હોંગકોંગમાં એક અપાર્ટમેન્ટની કિંમત 612 કરોડ રૂપિયા છે એટલે કે આટલા પૈસામાં 30 લાખવાળા 2040 ઘર આવી જશે. થોડા દિવસ પહેલા જ 4544 વર્ગ ફૂટના આ અપાર્ટમેન્ટને એક શખ્સે ખરીદ્યો છે. એશિયાનું સૌથી મોંઘું અપાર્ટમેન્ટ હોંગકોંગમાં વેચી દેવામાં આવ્યું છે. આ અપાર્ટમેન્ટની ડીલ 82.2 લાખ ડૉલર એટલે કે 612 કરોડ રૂપિયા થયા.

વ્હાઇટ હોલ્ડિંગ્સ લિમિટેડ અને નાન ફંગ ડેવલપમેન્ટ લિમિટેડે અમાઉન્ટ નિકોલસમાં એક અપાર્ટમેન્ટ વેચ્યું, જે શહેરની સૌથી પ્રતિષ્ઠિત અપસ્કેલ પરિયોજનમાંથી એક છે. 4544 વર્ગ ફૂટનો અપાર્ટમેન્ટ એક પર્વત પર છે. આ અપાર્ટમેન્ટ પ્રત્યેક વર્ગ ફૂટની કિંમત 13,45,318 રૂપિયા છે. આ અપાર્ટમેન્ટે લગભગ 9 મહિના પહેલા CK એસેટ હૉલ્ડિંગ્સ લિમિટેડની 21 બોરેટ રોડ પરિયોજના દ્વારા બનાવવામાં આવેલા રેકોર્ડને તોડી દીધો. વિક્ટર લીની ફર્મે ફેબ્રુઆરીમાં લગભગ 13 લાખ રૂપિયા પ્રતિ વર્ગ ફૂટ માટે અપાર્ટમેન્ટ વેચ્યું.

હોંગકોંગની લક્ઝરી રેસિડેન્શિયલ માર્કેટનો બિઝનેસ છેલ્લા એક વર્ષની અંદર ખૂબ વધ્યો છે. કોલિયર્સ ઇન્ટરનેશનલ મુજબ જૂન 2021 દરમિયાન 12 મહિનામાં કુલ લેવડ-દેવડ 12 હજાર કરોડ રૂપિયાથી વધારે થઈ ગઈ જે એક વર્ષ પહેલાની તુલનામાં બેગણાથી વધારે છે. વર્ષના બીજા છ માસિકમાં અપસ્કેલ ઘરોની કિંમતો 3 ટકા વધશે. ડેવલપર્સે કહ્યું કે માઉન્ટ નિકોલસમાં અજાણ્યા ખરીદદારે 536 કરોડ રૂપિયામાં આ અપાર્ટમેન્ટ પણ ખરીદ્યું છે. માઉન્ટ નિકોલસ હોંગકોંગના ધની લોકો વચ્ચે સૌથી વધારે માગણીવાળા અલ્ટ્રા-લક્ઝરી ડેવલપમેન્ટમાંથી એક છે. પર્વતોની ભૂમિની અછતને જોતા નવી પરિયોજનાઓ ઉપલબ્ધ થવો દુર્લભ છે.

ભારતમાં એક અપાર્ટમેન્ટની ડીલ 160 કરોડ રૂપિયામાં થઈ હતી. મુંબઈના ઓલ્ટામાઉન્ટ રોડ પર નિર્માણ થયેલા અપાર્ટમેન્ટની ડીલને ભારતની સૌથી મોટી ડીલ માનવામાં આવે છે. જિંદલ ડ્રગ્સ નામથી ફાર્મા કંપની ચલાવનારી જિંદલ ફેમિલીએ લોઢા ઓલ્ટામાઉન્ટમાં 10 હજાર સ્ક્વેર ફૂટનું એક અપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. જિંદલ પરિવારે આ અપાર્ટમેન્ટ માટે 1.60 લાખ પ્રતિ સ્ક્વેર ફૂટના રેકોર્ડ પ્રાઇઝથી ચુકવણી કરી હતી અને જિંદલ પરિવારે શરૂઆતમાં લગભગ 30 ટકા રકમની ચુકવણી કરી હતી. આ હિસાબે અપાર્ટમેન્ટની કિંમત 160 કરોડથી પણ વધારે થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp